REUTERS/Henry Nicholls

રોગચાળો શરૂ થયા બાદ યુકેના બજારોનાં ફૂટફોલમાં અસર થઇ હતી. પરંતુ હવે રોગચાળો પૂરો થયા બાદ ફૂટફોલમાં એટલે કે બજારમાં કે દુકાનોમાં ગ્રાહકોના આગમનમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. BRC – સેન્સરમેટિક IQ ડેટા અનુસાર એપ્રિલ (Yo3Y) માં કુલ UK ફૂટફોલ 13.1% ઘટ્યો, જે માર્ચમાં 2.3 ટકા પોઈન્ટનો સુધારો છે. આ 15.1 ટકાના 3-મહિનાના સરેરાશ ઘટાડા કરતાં વધુ સારું છે.

એપ્રિલ (Yo3Y)માં યુકેનો કુલ ફૂટફોલ 1 ટકા ઘટ્યો હતો, જેમાં માર્ચથી 2.3 ટકા પોઈન્ટનો સુધારો થયો છે. જે 15.1 ટકાના 3-મહિનાના સરેરાશ ઘટાડા કરતાં વધુ સારો છે. આ સુધારો એપ્રિલ (Yo3Y)માં ફ્રાન્સ (-24 ટકા), જર્મની (-27.6 ટકા) અને ઇટાલી (-36.4%) કરતાં આગળ હતો. એપ્રિલ (Yo3Y)માં હાઈ સ્ટ્રીટ્સ પર ફૂટફોલ 17.2 ટકા ઘટ્યો હતો જે ગયા મહિનાના દર કરતાં 0.6 ટકા વધુ સારો અને 3-મહિનાના સરેરાશ ઘટાડા 18.4 ટકાનો સુધારો હતો.

બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમના ચીફ એક્ઝિક્યુટિવ હેલેન ડિકિન્સન OBE એ કહ્યું હતું કે“એપ્રિલમાં યુ.કે.ના ફૂટફોલમાં વધુ એક પ્રોત્સાહક સુધારો જોવા મળ્યો છે, કારણ કે સ્પ્રિંગનો સૂર્યપ્રકાશ અને ઇસ્ટર ફેસ્ટીવલ ગ્રાહકોને સ્ટોર્સમાં પાછા લાવ્યા છે. એપ્રિલમાં ફૂટફોલની ધીમી શરૂઆત પછી, ગ્રાહકો તેમના મનપસંદ શોપિંગ સ્થળોની મુલાકાત લેવા માટે વધુ વલણ ધરાવતા હતા. રીટેઇલ પાર્ક અને શોપિંગ સેન્ટરોએ ફૂટફોલમાં સૌથી મોટો સુધારો અનુભવ્યો છે. યુક્રેન યુદ્ધના કારણે વધુ વણસી ગયેલા ફુગાવા અને ઉર્જાના ઊંચા ભાવને કારણે દુકાનદારોને હવે કઠિન નિર્ણયો લેવાની ફરજ પડી રહી છે. આનાથી ફૂટફોલનો સુધારો અટકી જવાની ધારણા છે.’’

સેન્સરમેટિક સોલ્યુશન્સના રિટેલ કન્સલ્ટન્ટ EMEA, એન્ડી સમ્પ્ટરે કહ્યું હતું કે“પ્રી-પેન્ડેમિક સ્તરોની તુલનામાં આ વર્ષે કુલ ફૂટફોલ રીકવર થવા સાથે ગ્રાહકો દુકાનોમાં પરત થાય તે માટે યુકે G7 દેશોમાં આગળ છે. યુકેમાં ફૂટફોલની રીકવરી ચાલુ રહે છે.’’