(ANI Photo/ANI Pics Service)

દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશનની  પાસે આવેલી 3 માળની એક બિલ્ડિંગમાં શુક્રવારની સાંજે વિકરાળ આગ લાગતાં 20 લોકોનાં મોત થયા હતા અને 12 લોકો દાઝી ગયા હતા. સીસીટીવી કેમેરાના ગોડાઉનમાં આ આગ લાગી હતી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાંજે 4.40 વાગ્યે તેઓને આગ અંગે જાણકારી મળી હતી, જે બાદ ફાયરની 25 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 27 મૃતદેહો મળી આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. સમગ્ર ઘટના મામલે દિલ્હી ફાયર વિભાગે જણાવ્યું હતું કે, દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે આવેલી 3 માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી સાંજના સમયે આગ ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધી 27 મૃતદેહો મળી આવ્યા છે.

દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે આવેલી બિલ્ડિંગમાં આગને કારણે 12 લોકોને ઈજા પહોંચી હતી,  જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે પોલીસ દ્વારા ખાસ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતા. સાંજના સમયે લાગેલી આગ બાદ અનેક લોકો પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગમાંથી નીચે કૂદતાં જોવા મળ્યા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મુંડકા મેટ્રો સ્ટેશન પાસે આવેલા પિલર નંબર 544 પાસે આવેલી 3 માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી. 4.45 વાગ્યે PCR પર ફોન આવ્યો હતો. પોલીસને આ મામલે જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા બિલ્ડિંગના કાચ તોડી દેવામાં આવ્યા હતા અને અંદર ફસાયેલાં લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

પ્રાથમિક જાણકારી અનુસાર 3 માળની આ કોમર્શિયલ બિલ્ડિંગ એ કંપનીઓ માટે ઓફિસ સ્પેસ પૂરી પાડતી હતી. બિલ્ડિંગમાં આગ પ્રથમ માળે લાગી હતી. અહીં CCTV કેમેરા અને રાઉટર મેન્યુફેક્ચરિંગ કંપનીની ઓફિસ આવેલી છે. કંપનીનો માલિક અત્યારે પોલીસ કસ્ટડીમાં છે.

મુંડકા અગ્નિકાંડ પર દુઃખ વ્યક્ત કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને લખ્યું હતું કે, દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે બિલ્ડિંગમાં આગ લાગવાથી થયેલી દુર્ઘટનાથી દુઃખી છું. શોકાતુર પરિવારના પ્રત્યે મારી સંવેદનાઓ. ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય તેની પ્રાથના કરું છું.