પ્રતિક તસવીર

ભૂતપૂર્વ મર્ચન્ટ નેવી સીમેન એડી સ્કોટને BBC1 માસ્ટરશેફ 2022 ચેમ્પિયન તરીકે પસંદ કરાયા છે. તેને ભારતીય દાદા-દાદીની રસોઈ પ્રત્યે અપાર પ્રેમ હતો.

31 વર્ષના અને ઇસ્ટ યોર્કશાયરના હલ નજીકના બેવરલીના દરિયાઈ પાઇલટ એડી સ્કોટ સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલા પંજાબી ભોજનના પ્રેમમાં ડૂબેલો છે અને આ ખિતાબનો દાવો કરનાર 18મો કલાપ્રેમી શેફ બન્યો છે.

જીત પછી તેણે કહ્યું હતું કે “મને લાગે છે કે, આ ક્ષણ સુધીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે અત્યાર સુધીની શ્રેષ્ઠ લાગણી છે. તે માત્ર સૌથી તણાવપૂર્ણ અને સૌથી આનંદપ્રદ [સમય] રહ્યો છે. મને ભારતીય મસાલાઓ સાથે ફ્રેન્ચ ભોજનને જોડીને આનંદ થયો છે. હું મારા પરિવાર સાથે ખાઈને મોટો થયો છું તેમને પંજાબી વાનગીઓ રાંધવાનું મને ગમે છે. પરંતુ મારો ખરો શોખ મહાન મુગલાઈ ભોજન છે.