દાવોસમાં મળેલી વર્લ્ડ ઇકોનો‌મિક ફોરમની વા‌ર્ષિક બેઠકમાં મહામારીઓના સામના માટે સુદૃઢ સુસંગત વૈ‌શ્વિક સંકલનની હાકલ કરતા આરોગ્ય ‌વિષયક ‌નિષ્ણાતો અને અગ્રણીઓએ જણાવ્યું‍ હતું કે, છ ‌મિ‌લિયન મોત પછી પણ ‌વિશ્વના કેટલાક ભાગોમાં હજુ પણ મહામારીથી સ્થિતિ પ્રવર્તે છે ત્યારે સંગ‌ઠિત વૈશ્વિક પ્ર‌તિભાવ આવશ્યક થઇ પડે છે. હેલન ઇ કલોર્કે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વૈ‌શ્વિક પ્ર‌તિસાદ મોરચે પ‌રિવર્તનશીલ ફેરફારની આવી પળને આપણે ગુમાવવી ના જોઇએ.
રવાન્ડાના પ્રમુખ પૌલ કાગેમે જણાવ્યું હતું કે, કોરોના મહામારી ‌નિવારણ માટેની રાજકીય પ્ર‌‌તિબદ્ધતા કમનસીબે હળવી બની રહી છે. મહામારી હજુ પણ પ્રવેર્ત છે. આ‌ફ્રિકામાં માત્ર ૧૮ ટકા વયસ્કોને જ હજુ રસી અપાઇ છે. ‌બિલ ગેટ્સે કોરોના મહામારીના બે ટકા મોત પહેલા ૧૦૦ ‌દિવસમાં જ નોંધાયાની યાદ અપાવતાં જણાવ્યું હતું કે, જો આપણે મહામારીઓ પરત્વે ગંભીર હોઇએ તો તેના (મહામારી) સામના માટેની વૈ‌શ્વિક ક્ષમતા વધારવી રહી કારણ કે મહામારીનું જોખમ હજુ પણ છે. એઇડસ, ટીબી, મેલે‌રિયા, સંબં‌ધિત વૈ‌શ્વિક ભંડોળનાં વડા પીટર સેન્ડસે મલ્ટી પેથોજન ક્ષમતા અને માળખાકીય વધારાની ‌હિમાયત કરી હતી. તે માટે બુ‌દ્ઘિગમ્ય રીતે મૂડીરોકાણની જરૂર છે.