બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી (ANI Photo)

ગુજરાતમાં અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને મનોરંજન ટેક્સમાં માફી આપવાની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન કાર્યાલયે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભારતભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્યગાથાને રજૂ કરી દેશના સાહસપૂર્ણ ઈતિહાસને ઉજાગર કરતી હિન્દી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ને ગુજરાતમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મને ભાજપ શાસિત બીજા કેટલાંક રાજ્યો પણ ટેક્સફ્રી કરી છે.

અગાઉ સરકારે કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર બનેલી બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને પણ ગુજરાતમાં કરમુક્ત કરી હતી અક્ષય કુમાર, માનુષી છિલ્લર અને સોનુ સૂદ સ્ટારર ફિલ્મની કમાણી શરૂઆતના દિવસની સરખામણીએ ચોથા દિવસે 50% ઘટી છે. પહેલા દિવસે રૂ 10.75 કરોડની કમાણી કરનાર આ ફિલ્મ સોમવારે માત્ર રૂ 5 કરોડની કમાણી કરી શકી છે. ફિલ્મે ચાર દિવસમાં 44.25 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.