Shamil Chnadaria

વિજ્ઞાન અને ટેક્નોલોજી, ફાઇનાન્સ અને પરોપકારની સેવાઓ માટે ફીલાન્થ્રોપિસ્ટ, આંત્રપ્રિન્યોર, ટેક્નોલોજિસ્ટ અને એકેડેમિક ડો. શામિલ ચંદારિયાને OBE એનાયત કરવામાં આવ્યો છે.

તેઓ ફાઇનાન્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 30 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં પોતાની કેરિયરની શરૂઆત કરી હતી અને બાદમાં ટેક્નોલોજી ઈન્વેસ્ટિંગમાં ઝંપલાવ્યું હતું. છેલ્લા દાયકામાં તેમણે પોતાનું ધ્યાન કોમ્પ્યુટેશનલ બાયોલોજી, ન્યુરોસાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કેન્દ્રિત કર્યું. તેમણે મેથેમેટિકલ ઇકોનોમિક્સમાં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી પીએચડી અને યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ફિલોસોફીમાં, ડિસ્ટિંકશન સાથે એમએ પૂર્ણ કર્યું હતું.

તેઓ આરોગ્ય અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને એડ એસ્ટ્રા ફાઉન્ડેશન ચલાવે છે. તેમણે સખાવતી સંસ્થાઓને નાણાં પૂરાં પાડવા માટે ચેરિટીઝ એઇડ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા સોશિયલ ઇમ્પેક્ટ ફંડની શરૂઆત કરવામાં મદદ કરી હતી. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી અને બર્કલે, કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ન્યુરોસાયન્સ ઓફ મેડિટેશન્સ પર સંશોધન માટે પણ ભંડોળ પૂરું પાડે છે.