ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન અને સાઉથ આફ્રિકા એમ પાંચ દેશોના બ્રિક્સ સમૂહની 14મી સમિટ 23 જૂને બીજિંગમાં ડિજિટલ માધ્યમથી આયોજીત થશે. આ વખતે બ્રિક્સ સમિટની યજમાની ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ કરશે. આ વર્ષે બ્રિક્સ સમિટનું અધ્યક્ષસ્થાન ચીન સંભાળશે. આ સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બ્રાઝિલના પ્રેસિડેન્ટ જાયર બોલસોનારો અને સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ સિરિલ રામાફોસો ભાગ લેશે. આ વખતની બ્રિક્સ સમિટીનો વિષય ‘ઉચ્ચ ગુણવત્તાવાળી બ્રિક્સ ભાગીદારી વધારવી, વૈશ્વિક વિકાસ માટે એક નવા યુગની શરુઆત’ છે. બ્રિક્સ સમિટ શરુ થાય એ પહેલા ચીને બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠખ સહિત કેટલીક બેઠક યોજી, જેમા ભારતના એનએસએ અજિત ડોભાલે બુધવારે વીડિયો લિંકથી ભાગ લીધો હતો.