લશ્કરી દળોમાં સૈનિકોની ભરતીની નવી સ્કીમ અગ્નિપથની વિરુદ્ધમાં બિહારના પટણમાં 18 જૂન શનિવારે દેખાવકારોએ વાહનોને આગ ચાંપી દીધી હતી.. (ANI Photo)
અગ્નિપથ યોજના સામે દેશના અનેક રાજ્યોમાં ઉગ્ર અને હિંસક વિરોધ પ્રદર્શન બાદ પણ ભારક સરકાર આ યોજનાનો અમલ કરવા મક્કમ છે. રવિવારે લશ્કરી દળોના ત્રણેય પાંખના અધિકારીઓએ આ યોજના હેઠળ સૈનિકોની ભરતીનું સમયપત્રક જારી કર્યું હતું  અને ચેતવણી આપી હતી કે હિંસા અને આગજનીમાં સંડોવાયેલા લોકોની ભરતી કરવામાં આવશે નહીં. બીજી તરફ ચાર દિવસ સુધીના ઉગ્ર વિરોધ બાદ રવિવારે બિહાર, યુપી, મધ્યપ્રદેશ, હરિયાણા અને તેલંગણામાં એકંદર શાંતિ જળવાઈ હતી. જોકે કેટલીક જગ્યાએ શાંતિપૂર્ણ દેખાવો થયા હતા.
સંરક્ષણ મંત્રાલયે રવિવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી હતી કે અગ્નિપથ યોજના પાછી ખેંચવામાં આવશે નહીં અને તમામ ભરતી આ યોજના હેઠળ જ થશે. 25 હજાર અગ્નિવીરોની પ્રથમ બેચ ડિસેમ્બરમાં તૈયાર થઈ જશે. લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું હતું કે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ ચલાવનારાઓએ વિદ્યાર્થીઓને અગ્નિપથ સામે વિરોધ કરવા માટે ઉશ્કેર્યા છે.
સરકારે વિરોધી દેખાવોને કારણે આ સ્કીમની સમીક્ષા કરવાની કે પાછી ખેંચી લેવાની દરખાસ્ત કરી હતી કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં લેફ્ટનન્ટ જનરલ પૂરી વળતો સવાલ કર્યો હતો કે ના, શા માટે પાછી ખેંચી લેવી જોઇએ. ચાર વર્ષના સમયગાળા બાદ 75 ટકા અગ્નિવીરની નિવૃત્તિની જોગવાઈનો ઉલ્લેખ કરતી તેમણે જણાવ્યું હતું કે લશ્કરી દળોની ત્રણેય પાંખમાંથી દર વર્ષે આશરે 17,600 સૈનિકો સમયપહેલા નિવૃત્ત થાય છે. માત્ર અગ્નિપથ યોજના હેઠળ સૈનિકોની એક્ઝિટ થઈ રહી નથી.
અનિલ પુરીએ કહ્યું- ત્રણેય સેના વડા અને CDSએ મળીને વિશ્વના તમામ દેશોની સેનાની સરેરાશ ઉંમર જોઈને નિર્ણય લીધો છે. સેનામાં ફેરફારની પ્રક્રિયા 1989થી ચાલી રહી છે. સેનાની સરેરાશ ઉંમર 32 વર્ષ હતી, અમારું લક્ષ્ય તેને 26 વર્ષ સુધી લાવવાનું હતું. સેનામાં યુવાનોની જરૂર છે. જુસ્સાની સાથે ચેતનાની પણ જરૂર છે.
પુરીએ જણાવ્યું હતું કે આગામી ચારથી પાંચ વર્ષમાં 50,000 અને 60,000 સૈનિકોની ભરતી થશે. આ પછી ભરતીની સંખ્યા વધીને 90,000થી એક લાખ થશે. અમે આ સ્કીમની વિશ્લેષણ કરવા 46,000 સૈનિકોની ભરતી સાથે પ્રારંભ કર્યો છે. જે દિવસે અગ્નિપથની જાહેરાત થઈ તે દિવસે બે જાહેરાતો થઈ, પહેલા દેશભરમાં દોઢ લાખ નોકરીઓ અને સેનામાં અગ્નિવીરના રૂપમાં 46 હજાર જગ્યાઓ ખાલી હતી, પરંતુ માત્ર 46 હજાર લોકો સુધી પહોંચી.
આગામી 4-5 વર્ષમાં આપણા સૈનિકોની સંખ્યા 50-60 હજાર થઈ જશે અને પછી તે 90 હજારથી વધીને 1 લાખ થઈ જશે. અમે યોજનાનું વિશ્લેષણ કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા બનાવવા માટે 46,000 ના નાના જૂથ સાથે શરૂઆત કરી.જાહેરાત પછીના ફેરફારો કોઈ ડરના કારણે ન હતા, પરંતુ આ બધા અગાઉથી તૈયાર હતા. કોરોના સમયગાળામાં લોકડાઉનને કારણે વયમર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં લશ્કરી બાબતોના વિભાગના એડિશનલ સેક્રેટરી લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરી, ભારતીય સેનાના એડજ્યુટન્ટ જનરલ લેફ્ટનન્ટ જનરલ બંસી પોનપ્પા, ભારતીય નૌકાદળના વડા વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને એર માર્શલ સૂરજ ઝા, પર્સનલ ઇન પણ હાજર હતા.