સ્ટાર્મર
મુંબઈ તાજમહેલ પેલેસ ખાતે 8 ઓક્ટોબર, 2025ના રોજ બિઝનેસ લીડર્સ સાથેની વાતચીત દરમિયાન બ્રિટિશ વડા પ્રધાન કsર સ્ટાર્મર એક ડિસ્પોઝેબલ કેમેરા સાથે સેલ્ફી લીધી હતી. Leon Neal/Pool via REUTERS

ભારતની મુલાકાતે પહોંચેલા બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ભારત સાથે બ્રિટન કોઇ વિઝા સોદો કરશે નહીં. તેમનો ઉદ્દેશ્ય આ વર્ષે થયેલા મુક્ત વેપાર કરાર (એફટીએ) બાદ ભારત સાથે આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે.

વિમાનમાં પત્રકારો સાથે વાતચીત કરતાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે વિઝાને કારણે વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાના અગાઉના પ્રયાસોમાં અવરોધ આવ્યો હતો અને વિઝાની કોઇ અસર ન હોય તેવા કરાર પર પહોંચ્યા પછી તેઓ ગુરુવારે વાટાઘાટો માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે ત્યારે આ મુદ્દા પર ફરીથી ચર્ચા કરવા માંગતા નથી. વિઝા યોજનાનો ભાગ નથી. આ મુલાકાતનો હેતુ અમે પહેલાથી જ કરેલા મુક્ત વેપાર કરારનો લાભ લેવા માટેની છે. બિઝનેસિસ તેનો લાભ લઈ રહ્યા છે. પરંતુ વિઝાનો મુદ્દો નથી.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા ફીમાં વધારો કર્યા પછી તેમણે કહ્યું હતું કે ભારતમાંથી ટેક ક્ષેત્રના પ્રોફેશનલ્સને આકર્ષવા માટે વિઝા નિયમો સરળ બનાવવાનો કોઇ મુદ્દો નથી. જોકે તેમણે વધુ વ્યાપક રીતે કહ્યું હતું કે તેઓ બ્રિટનમાં “ટોચની પ્રતિભા” રાખવા માંગે છે.

વિદેશી ગુનેગારોને પાછા લેવા ન માંગતા દેશો માટે વિઝા ઓન એરાઇવલ બંધ કરવામાં આવશે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે ભારત સાથે આ કોઇ મુદ્દો જ નથી, કારણ કે ભારત સાથે રિટર્ન એગ્રીમેન્ટ છે, પરંતુ તે એવી બાબત છે જેની તેઓ વધુ વ્યાપક વિચારણા કરશે. વિઝા અને રિટર્ન કરાર વચ્ચે કોઈ જોડાણ હોવું જોઈએ કે નહીંની તેની પણ તપાસ કરી રહ્યાં છીએ.

અહીં ઉલ્લેખનીય છે કે ઇમિગ્રેશનને મુદ્દે બ્રિટનમાં વ્યાપક ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે સ્ટાર્મર આ મુદ્દે વધુ આકરુ વલણ દર્શાવી રહ્યાં છીએ.

LEAVE A REPLY