ગુજરાતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છેસરકાર અને સ્વાસ્થ્ય વિભાગો દ્વારા માસ્ક પહેરવું અને કોવિડ નિયમોનું પાલન કરવા અંગે આદેશો જાહેર કરવામાં આવ્યા હતારાજ્યમાં ઉનાળા વેકેશન બાદ શાળાઓ ફરી ખુલી છેત્યારે વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને રાજ્યની ઘણી શાળાઓમાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છેત્યારે રાજકોટ જિલ્લાના શિક્ષણ વિભાગે બાળકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છેરાજકોટમાં શિક્ષણ વિભાગના આદેશ અનુસાર બાળકોને શાળામાં ફરજિયાત માસ્ક પહેરીને જવાનું રહેશે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટતા થતા માસ્કના નિયમમાં છૂટછાટ મળી હતીપરંતુ જ્યારે રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટના શિક્ષણ વિભાગે જિલ્લા અને શહેરની તમામ શાળામાં માસ્ક ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છેરાજકોટ જિલ્લા શિક્ષણાધીકારી બી.એસ.કૈલા દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણોના વિદ્યાર્થીઓ માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છેઆ સિવાય સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે જરૂરી તકેદારી રાખવા કોવિડ19 માટે જાહેર કરવામાં આવેલ SOP એટલેકે માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાની પણ સૂચના અપાઈ છે.