Big relief for Shah Rukh Khan in Vadodara hit and run case
(Photo by Getty Images/Getty Images for Global Citizen )

વર્તમાન સમયમાં ટેલિવિઝન શોમાં આવવા માટે બોલીવૂડના મોટા સ્ટાર્સને પણ ઘેલું લાગ્યું છે. સલમાનખાને બિગ બોસમાં હોસ્ટની જવાબદારી લીધી છે અને ઘણાં સ્ટાર્સ તેને ફોલો કરી રહ્યા છે. ઝલક દિખલા જા 10 અને ડીઆઈડી મોમ્સ જેવા શોમાં બોલિવૂડના એક્ટર્સ જજ તરીકે જોવા મળશે. કેટલાક સ્ટાર્સ પહેલેથી રિયાલિટી શોને જજ કરી રહ્યા છે અને હવે આ યાદીમાં નવા નામનો ઉમેરો થશે. કોરોનાકાળમાં વેબસિરિઝ ખૂબ જ લોકપ્રિય બની છે અને તેના પડકારો સ્વીકારવા માટે ટેલિવિઝન જગત પણ તૈયાર છે. ઓટીટી પર જે રીતે મોટા સ્ટાર્સ પદાર્પણ કરી રહ્યાં છે, તે રીતે હવે ટીવીના પડદે પણ લોકપ્રિય સ્ટાર્સની એન્ટ્રી થશે.

ઘણા સમયથી ફિલ્મોમાંથી બહાર રહેલા કાજોલ પણ હવે ટીવી શોમાં એન્ટ્રી કરવા તૈયાર છે. રિપોર્ટ્સ મુજબ, ઝલક દિખલા જા 10ને કાજોલ જજ કરવાની છે. કાજોલની જેમ શાહરૂખ ખાન પણ ઝલક દિખલા જા 10માં જજ તરીકે જોવા મળે તેવી શક્યતા છે. આ મામલે શાહરૂખ કે શોના મેકર્સ દ્વારા અધિકૃત જાહેરાત હજુ સુધી થઈ નથી. શાહરૂખ અને કાજોલની સાથે કોરિયોગ્રાફર ફરાહ ખાન પણ જજ તરીકે જોવા મળશે. ફરાહે અગાઉ ડીઆઈડી લિટલ માસ્ટર જેવા રિયાલિટી ડાન્સ શોમાં જજ તરીકે કામ કર્યું છે.

ભાગ્યશ્રી પણ તાજેતરમાં સ્માર્ટ જોડીમાં જોવા મળી હતી. આ શોમાં ભાગ્યશ્રીએ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. ભાગ્યશ્રી રિયાલિટી શોમાં જજ તરીકે ડેબ્યુ કરવાની છે, જેનું નામ ડીઆઈડી સુપર મોમ્સ છે. ઉર્મિલા માંતોડકર લાંબા સમયથી ફિલ્મોમાં દેખાઈ નથી, પરંતુ અગાઉ તેણે ઝલક દિખલા જામાં જજ તરીકે જવાબદારી લીધી હતી. હવે ડીઆઈડી સુપર મોમ્સમાં ભાગ્યશ્રીની સાથે ઉર્મિલા પણ જોવા મળશે. ધ કપિલ શર્માનો શોનું શૂટિંગ હાલ બંધ છે, પરંતુ સોની ટીવી પર નવો લાફ્ટર શો શરૂ થઈ ચૂક્યો છે. ઈન્ડિયાઝ લાફ્ટર ચેલેન્જમાં શેખર સુમન જજ તરીકે જોવા મળી રહ્યો છે અને આ શોના બે એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે.શેખરની સાથે અર્ચના પૂરણસિંહ પણ જજ છે. અર્ચનાએ અગાઉ કોમેડી સર્કસ જેવા રિયાલિટી શોમાં જજની જવાબદારી નિભાવી હતી.