Indian Chess Grand Master Viswanathan Anand
ભારતના મહાન ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદ ( ફાઇલ ફોટો. (ANI Photo)

ભારતના મહાન ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદની ચેસની વૈશ્વિક સંચાલન સંસ્થા ફિડેના ઉપાધ્યક્ષપદે નિયુક્તિ કરાઈ છે. ફિડેના હાલના અધ્યક્ષ આર્કેડી વોર્કોવિચ બીજી મુદત માટે ફરી અધ્યક્ષપદે ચૂંટાયા છે. 

ગયા સપ્તાહે ભારતમાં પુરી થયેલી ચેસ ઓલિમ્પિયાડના અંતે ફિડેના પદાધિકારીઓની ચૂંટણીમાં વોર્કોવિચને 157 મત મળ્યા હતા, તો તેમના હરીફ આંદ્રેઈ બૈરિશપોલેટ્સને ફક્ત 16  મત મળ્યા હતા. 

પોતાની કરિયર દરમિયાન અનેક મેડલ્સ અને સન્માન હાંસલ કરી ચૂકેલા વિશ્વનાથન આનંદે હવે કોચિંગ ઉપર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.