Sonali Phogat
હરિયાણા ભાજપના નેતા અને રિયાલિટી શો બિગ બોસ ફેમ સોનાલી ફોગટનું સોમવારની રાત્રે ગોવામાં માત્ર 42 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. . (ANI Photo)(File Photo)

હરિયાણા ભાજપના નેતા અને રિયાલિટી શો બિગ બોસ ફેમ સોનાલી ફોગટનું સોમવારની રાત્રે ગોવામાં માત્ર 42 વર્ષની ઉંમરે હાર્ટએટેકથી અવસાન થયું હતું. નાની વયે અવસાન થતાં તેમના પરિવારમાં શોકનો માહોલ ઊભો થયો હતો.

સોનાલી ફોગટ બિગ બોસ 14માં થોડા દિવસ માટે જોવા મળ્યા હતા. સોનાલીએ હરિયાણાની આદમપુર સીટથી કોંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઈ સામે છેલ્લી ચૂંટણી લડી હતી, જેમાં તેમને હાર મળી હતી. સોનાલી ફોગટ આદમપુરની આગામી પેટાચૂંટણી માટે ભાજપથી ટિકિટની દાવેદારી કરી રહ્યા હતા. સોનાલી ફોગટે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો પાલવ પકડ્યો હતો. સોનાલી ફોગટ વ્યવસાયે એક્ટ્રેસ પણ હતા. તેઓ ટિકટોક સ્ટાર તરીકે પણ જાણીતા હતા.