Bhupendra Patel
(PTI Photo)

ઠાસરા અને ગળતેશ્વર તાલુકા ખાતે જનસુવિધાના રૂ. ૬૨.૮૨ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ડિજિટલ ઈન્ડિયાને દરેક ગામ સુધી પહોંચતું કરવાની નેમ છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ રાજ્યના ૪૦૦૦ ગામમાં ફ્રી વાઇ-ફાઈની સુવિધા પહોંચતી કરવામાં આવશે. આ હેતુસર રાજ્યના આ વર્ષના બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે. ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવામાં ગુજરાતે આગેવાની લીધી છે.

આ પ્રસંગે મુખ્યપ્રધાને કેન્દ્ર અને રાજ્ય સરકારની એન.આર.એલ.એમ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, માતૃશક્તિ યોજના, આંબેડકર આવાસ યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય ચેક તેમજ કિટ્સનું વિતરણ કર્યું હતું.

LEAVE A REPLY

ten + 2 =