The 'Last Film Show' started with a bang in Japan too

ઓસ્કર એવોર્ડ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ થયેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ઇટલીની ફિલ્મની નકલ હોવાના સોશિયલ મીડિયાના આક્ષેપો ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ફગાવી દીધા છે. આ ફિલ્મ ઈટાલિયન ‘સિનેમાપેરાડિસો’ની નકલ હોવાના આક્ષેપ થયા હતા.

ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ટીપી અગ્રવાલે કહ્યું હતું કે આ ફિલ્મ અન્ય કોઈ ફિલ્મની નકલ હોવાના આક્ષેપો સાવ પાયાવિહોણા છે. બંને ફિલ્મના પોસ્ટરમાં એક બાળક ફિલ્મની રીલને ભારે ઉત્સુકતા અને આનંદ સાથે જોઇ રહ્યો હોય તેવું દ્રશ્ય છે. અગ્રવાલે કહ્યું હતું કે ફેડરેશનની જ્યૂરીએ આ ફિલ્મ વારંવાર જોઈ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ ફિલ્મ અન્ય કોઈ ફિલ્મની નકલ નથી. ફિલ્મનો એક પણ સીન અન્ય કોઈ ફિલ્મ સાથે મળતો આવતો નથી.
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ‘છેલ્લો શો’ અને સિનેમાપેરાડિસો’ના પોસ્ટર્સ શેર કર્યા હતા, જે એકસમાન લાગે છે. તેનાથી એવો દાવો કરાયો હતો કે છેલ્લો શો 1988ની ઇટલીની ફિલ્મ સિનેમાપેરાડિસો’ની કોપી છે.

સિનેમાપેરાડિસો’એ બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ કેટેગરીમાં ઓસ્કાર જીત્યો હતો. ફિલ્મને પાંચ બાફ્ટા એવોર્ડ પણ મળ્યા હતા.
રવિવારે છેલ્લો શોના ડાયરેક્ટરે ટ્વીટર પર જણાવ્યું હતું કે કોપી, હોમેજ કે ઓરિજિનલ, તમે તમારી નજીકના સિનેમા હોલમાં 14.10.2022એ તમારી જાતે શોધી કાઢો. લોકોની શક્તિ, તેમને નિર્ણય કરવા દો. ભારતમાં આ ફિલ્મ 14 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

LEAVE A REPLY

9 + seven =