Kinjal Dave
@iamkinjaldave

અમદાવાદની સિટી સિવિલ કોર્ટે મંગળવારે ગુજરાતી સીંગર કિંજલ દવે પર ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત લાઇવ કોન્સર્ટ અથવા જાહેર કાર્યક્રમોમાં ગાવા પર વચગાળાના સ્ટે આપ્યો હતો. મ્યુઝિક મેનેજમેન્ટ કંપની સાથે કોપીરાઇટનો વિવાદ ચાલી રહ્યો હોવાથી સિટી સિવિલ કોર્ટે કિંજલ દવે પર આ પ્રખ્યાત ગીત ગાવાનો પ્રતિબંધ મુક્યો છે. હવે કિંજલ દવે તેનું આ જાણીતું ગીત નહીં ગાઇ શકે. કંપનીએ કોપી રાઇટનો ભંગ થયો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

કોર્ટેમાં અરજદાર કાર્તિક પટેલે જણાવ્યું હતું કે આ ગીત ઓરિજિનલી કમ્પોઝ કરીને સૌપ્રથમ તેમણે ગાયુ હતી અને તેની કાઠિયાવાડી ગીત ચેનલ પર ૨૦૧૬માં અપલોડ કરાયું હતું. પોતાના ગીતની ઉઠાંતરી કરી કિંજલ દવેએ સ્ટારડમ મેળવ્યો હોવાનો અરજદારે દાવો કર્યો હતો.

અરજદારે જણાવ્યું હતું કે કિંજલ દવેએ તેમના આ ગીતને ઉઠાંતરી કરીને પોતાની રીતે મ્યુઝિક કમ્પોઝ કરીને ગાયું હતું. કિંજલ દવેએ તેના આ ગીત માટે અરજદારને કે અન્ય કોઇને ક્રેડિટ આપ્યા વિના આ ગીતના આધારે સ્ટાડરડમ મેળવ્યું હતું. તેનાથી તેમને ભરપાઇ ના થઇ શકે તેવું ગંભીર નુકસાન થયું છે. આ સંજોગોમાં કોર્ટે કિંજલ દેવેને લાઇવ કોન્સર્ટ, લાઇવ પરફોર્મન્સ કે જાહેર કાર્યક્રમોમાં આ ગીત ગાવા પર મનાઇ હુકમ ફરમાવવો જોઇએ. સીટી સિવિલ કોર્ટે આ દલીલ ગ્રાહ્ય રાખી આ કેસનો નિકાલ ના આવે ત્યાં સુધી કિંજલ દવેને ઉપરોકત ગીત ગાવા પર મનાઇ ફરમાવી દીધી છે.

LEAVE A REPLY

4 + 14 =