ગુજરાતમાં થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબર સુધી ગુજરાતમાં રૂબરુમાં અને વર્ચ્યુઅલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. નરેન્દ્ર મોદી સોમવારે ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા અમૃતમ (PMJAY-MA) યોજનાના 50 લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી.

મોદી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા અને ત્રણ લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી.આગામી સમયમાં રાજયમાં હાઇપ્રોફાઇલ ડિફેન્સ એક્સ્પો તેમજ વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સ માટે વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવો હાજર રહેશે.
મોદી ૧૯ અને ૨૦ ઓક્ટોબરે ડિફેન્સ એક્સ્પો કોન્ફરન્સના ઉદ્ધઘાટન તેમજ સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં જાહેરસભા હાજરી આપશે. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે.

રાજનાથસિંહે સોમવારે ગાંધીનગરમાં ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ નામના પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહથી માંડીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સુધા મૂર્તિ સહિતના 22 મહાનુભાવોએ લખેલા 21 પ્રકરણોનો સંગ્રહ, ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તકનું લોકાર્પણ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ આ વર્ષે મે મહિનામાં નવી દિલ્હીમાં કર્યું હતું.

૧૮ ઓક્ટોબરે ગુજરાત મેરિટાઇમ બોર્ડ તથા બંદર મંત્રાલય દ્વારા લોથલ ખાતે મેરિટાઇમ મ્યુઝિયમ બનાવવાના કેન્દ્રના નિર્ણય અંગેના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. ૧૯મીએ વડાપ્રધાન ગુજરાત આવશે અને ડિફેન્સ એક્સ્પો સંદર્ભમાં ૨૦ ઓક્ટોબર સુધી યોજાનાર ડિફેન્સ સમિટ તેમજ સમજૂતી કરાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૧૮મીએ ડિફેન્સ એક્સ્પોનું સંરક્ષણપ્રધાન ઉદઘાટન કરશે. ૧૯મીએ વડાપ્રધાન સમિટને ખુલ્લી મૂક્યા બાદ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પ્રદર્શનને નિહાળશે. ત્રિમંદિર કાર્યક્રમમાં હાજરી આપી સીધા રાજકોટ રવાના થશે. જ્યાં રોડ શો યોજી રેસક્રોસ ખાતે જનસભાને સંબોધશે. જૂનાગઢમાં જનસભા સંબોધશે.

LEAVE A REPLY

5 × two =