કોલ્ડિટ્ઝ: પ્રિઝનર્સ ઓફ ધ કાસલ પુસ્તકમાં  લેખક બેન મેકિનટીયરે બિરેન્દ્રનાથ મઝુમદાર નામના એક ભારતીય મૂળના ડૉક્ટરની વાત કરી છે જેઓ તમામ અવરોધો છતાં નાઝીઓથી ભાગીને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન ગયા હતા. દેખાવના કારણે તેમને સાથી બ્રિટિશ અધિકારીઓ દ્વારા કોલ્ડિટ્ઝની ઉચ્ચ સુરક્ષાવાળા જર્મન જેલ કેમ્પમાં બહિષ્કૃત કરાયા હતા.

પુસ્તકમાં વર્ણન કરાયું છે કે બિરેન્દ્રનાથે કેવી રીતે ચાલતી ટ્રેનમાંથી કૂદકો માર્યો હતો, કાંટાળા તારની વાડમાંથી પસાર થઇ 560-માઇલનો પ્રવાસ કરીને દુશ્મનના પ્રદેશમાંથી પસાર થઈને આખરે યુકે પહોંચ્યા હતા. જ્યાં તેઓ 1996માં મૃત્યુ પામ્યા હતા.

મઝુમદાર રોયલ આર્મી મેડિકલ કોર્પ્સમાં જોડાયા હતા અને ઇટાપલ્સના ફ્રેન્ચ બેઝ પર પોસ્ટ કરાયા હતા. 1940માં એટાપલ્સથી બૌલોન સુધી એમ્બ્યુલન્સના કાફલાનું નેતૃત્વ કરતી વખતે જર્મન સૈનિકોએ તેમના કાફલાને રસ્તામાં ઘેરી લઇ મઝુમદારને કેદી તરીકે પકડી લેવાયા હતા. મઝુમદાર કોલ્ડિટ્ઝમાં એકમાત્ર ભારતીય હતા અને આ કિલ્લામાંથી ભાગવું જોખમરૂપ હતું.

બ્રિટિશ અધિકારીઓ દ્વારા તેમને હુલામણું નામ “જમ્બો” અપાયું હતું. પરંતુ તેમને ભાગવામાં કોઈ મદદ કરાઇ ન હતી. તેમને હતું કે વિદેશી દેખાવને કારણે તેઓ છટકી શકશે નહીં. તેમને પોતાના પક્ષમાં લઇને બર્મામાં બ્રિટિશરો સામે લડવા માટે સમજાવવાનો નાઝીઓએ વારંવાર પ્રયાસો કર્યા હતા.

તેમણે બધા ભારતીય હોય તેવી જેલ શિબિરમાં સ્થાનાંતરિત કરવાની માંગ સાથે ભૂખ હડતાલ શરૂ કરતા જર્મન સંમત થયા હતા. ફેબ્રુઆરી 1943માં એક ટ્રેનમાં તેમને અન્ય ભારતીય કેદીઓ સાથે પશ્ચિમ ફ્રાંસ લઈ જવાતા હતા ત્યારે તેમણે ગાડીની બારી ખોલીને કૂદકો માર્યો હતો. તેમણે પાયરેનીસ તરફ 150 માઈલથી વધુનો પ્રવાસ કર્યો પરંતુ તુલોઝ નજીક તેમની ધરપકડ કરવામાં આવી હતી.

જૂન 1943 સુધીમાં, તે ચાર્ટ્રેસ ખાતે મધ્ય ફ્રેન્ચ શિબિર પર પહોંચ્યો, જ્યાં તેણે અને ડારિયાઓ સિંઘ નામના અન્ય કેદીએ વધુ ભાગી જવાની યોજના બનાવી. સિંઘે કંટાળીને બે ફૂટ જાડી દીવાલમાંથી પસાર થઈ ટીન શીટ વડે બંધ કરેલી બારી ખોલી હતી. તેઓ 18 ફૂટ ઊંચા દરવાજાને સ્કેલિંગ કરી ત્રણ કાંટાળા તારની વાડને કાપીને ભાગ્યા હતા. તેઓ બંને સ્વિસ બોર્ડર પર પહોંચ્યા હતા અને ફ્રેન્ચ નાગરિકોની મદદથી ત્રણ નદીઓ પાર કરી પોતાના પ્રયાસમાં સફળ થયા હતા.

1944માં મઝુમદાર બ્રિટન પરત ફર્યા હતા પરંતું તેમનો પરિચય ભારતીય સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝ સાથે થયો હોવાના કારણે ગુપ્તચર એજન્સી MI5એ તેમની પૂછપરછ કરી હતી.

1950માં મઝુમદાર સાથે લગ્ન કરનાર જોઆન વિલિયમ્સે ધ ટાઈમ્સને કહ્યું હતું કે “બિરેને ક્યારેય પોતાને બ્રિટિશ માન્યો ન હતો, પરંતુ તેને ક્યારેય અહીં બહારનો હોય તેવું પણ લાગ્યું ન હતું. જો આનંદિત છે કે બિરેનની વાતો કોલ્ડિટ્ઝ પુસ્તકમાં છપાઇ છે. તેની વાતો ઈમ્પીરીયલ વોર મ્યુઝિયમના ટેપ રેકોર્ડીંગ અને MI5ની અવર્ગીકૃત ફાઈલો પર આધારિત છે.

LEAVE A REPLY

5 × one =