બેંગલુરુમાં, બુધવાર, 2 નવેમ્બર, 2022, કન્નડ ફિલ્મ 'કાંતારા' જોવા માટે આઈનોક્સ સિનેમામાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ. (PTI ફોટો)

ઋષભ શેટ્ટીની 30 સપ્ટેમ્બરે રીલીઝ કન્નડ ફિલ્મ ‘કાંતારા’ બોક્સ ઓફિસ પર હજુ પણ ધુમ મચાવી રહી છે. રીપોર્ટ મુજબ રૂ.15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે રૂ.300 કરોડનું વર્લ્ડવાઇડ કલેક્શન કર્યું છે. ઋષભ શેટ્ટી સ્ટારર આ ફિલ્મને હિન્દી ભાષામાં જ રૂ. 50 કરોડ આસપાસનું કલેક્શન કર્યું છે. KGF ચેપ્ટર 2 પછી આ બીજી કન્નડ ફિલ્મ બની છે, જેને રૂ.300 કરોડથી વધુની કમાણી કરી હોય.

કન્નડ ભાષામાં ફિલ્મની શાનદાર કમાણી જોઈને નિર્માતાએ તેને 14 ઓક્ટોબરે હિન્દી, તમિળ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ કરી હતી. બોલિવૂડ ફિલ્મ ‘રામસેતુ’ અને ‘થેંક ગોડ’ની કમાણી સતત ઘટી રહી હતી.

ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ‘કાંતારા’ જોઈ છે અને તેની પ્રશંસા કરી છે. અહીં નોંધનીય છે કે હાલમાં જ પ્રધાન પીયુષ ગોયલે પણ ફિલ્મ ‘કાંતારા’ની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મમાં કર્ણાટકની સમૃદ્ધ સંસ્કૃતિ દેખાડાઈ છે અને ‘કાંતારા’ને તેનું ઉદાહરણ જણાવ્યું હતું. નિર્મલા સીતારમણે ‘કાંતારા’ની પ્રશંસા કરતા કહ્યું હતું કે ‘કાંતારા’ ફિલ્મ તુલુવાનાડુ અને કરાવલીની સમૃદ્ધ પરંપરા દર્શાવે છે. દિવાળીના તહેવારમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મો ‘રામસેતુ’ અને ‘થેંક ગોડ’ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ દેખાડી શકી નથી.

કાંતારા’ ફિલ્મની શરૂઆત કર્ણાટકના તટીય મેંગ્લોર વિસ્તારમાં વર્ષ 1847ની એક વાર્તાથી થાય છે. તે દરમિયાન એક રાજાએ ઘરે મૂર્તિ લાવવા બદલ ત્યાંના ગામના લોકોને મોટી જમીન દાન કરી હતી. તે દરમિયાન દેવતાએ રાજાને કહ્યું હતું કે જો તેણે ક્યારેય આ જમીન પરત માગી તો દેવતા માફ નહીં કરે. પછી વર્ષ 1970માં રાજાના એક વંશજને લાલચ જાગે છે અને દાન અપાયેલી જમીન પરત માગે છે. તેના થોડા દિવસ પછી રાજાના વંશજનું પણ અચાનક મોત થઈ જાય છે. પણ, ‘કાંતારા’ ફિલ્મની અસલી સ્ટોરી 1990માં શરૂ થાય છે. જ્યારે રાજાના વધુ એક વંશજ સાહબની નજર તે જમીન પર પડે છે. ત્યારે શિવા (એક્ટર ઋષભ શેટ્ટી) આ ગામનું ધ્યાન રાખતો હોય છે. દરમિયાન ત્યાં નવા ફોરેસ્ટ ઓફિસર આવે છે જે જંગલને રિઝર્વ ફોરેસ્ટ બનાવવા માગે છે. ‘કાંતારા’ ફિલ્મ શરૂઆતથી જ દર્શકોને બાંધી રાખે છે. સ્થાનિક દેવતાની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. ઈન્ટરવલ પછી પણ ‘કાંતારા’માં જબરદસ્ત વળાંક આવે છે.

LEAVE A REPLY

eighteen − six =