(ANI Photo)

કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન બ્લોકબસ્ટર કન્નડ ફિલ્મ ‘KGF-2’ના સંગીતના કથિત અનધિકૃત ઉપયોગ માટે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે કેસ દાખલ થયો છે.

રાહુલના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા માટે KGF-2 મ્યુઝિકનો ઉપયોગ કરવા બદલ રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડની જોગવાઈઓ હેઠળ શુક્રવારે યશવંતપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. એમઆરટી મ્યુઝિકનું સંચાલન કરતા એમ નવીન કુમારની ફરિયાદને પગલે આ કેસ દાખલ કરાયો છે.

ફરિયાદીનો આરોપ છે કે જયરામ રમેશે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર યાત્રાના બે વીડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં KGF-2 ફિલ્મના લોકપ્રિય ગીતોનો પરવાનગી વગર ઉપયોગ કર્યો હતો.

નવીન કુમારે આરોપ મૂક્યો છે કે “લોકપ્રિય સાઉન્ડ રેકોર્ડિંગ્સનો ઉપયોગ કરીને કથિત વિડિયો બનાવવામાં આવ્યા હતા. આ સાઉન્ડ રેકોર્ડિંગ્સ સિનેમેટોગ્રાફિક ફિલ્મ “KGF ચેપ્ટર 2″ (હિન્દી વર્ઝન)ના છે જે વૈશ્વિક સ્તરે લોકપ્રિય છે.”
કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને 30 જાન્યુઆરી, 2023ના રોજ જમ્મુ પહોંચવાની ધારણા છે.

LEAVE A REPLY

13 + 5 =