Diwali and Halloween festival celebrated, Tooting Bal Sanskar Group

ટૂટીંગ બાલ સંસ્કાર ગૃપ દ્વારા દિવાળી અને હેલોવીન પર્વની શાનદાર ઉજવણી કરાઇ હતી. જૂથના બાળકોએ હિંદુ તહેવાર “દિવાળી”ની ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. બાળકોએ પરંપરાગત રીતે દિવાઓ પ્રગટાવી હોલને શણગાર્યો હતો અને ફટાકડા ફોડી આતશબાજીની મજા માણી હતી. આ ઉપરાંત સ્વાદિષ્ટ ભોજનનો લાભ લીધો હતો.

ટૂટીંગ બાલ સંસ્કાર ગૃપ વિવિધતામાં પણ માને છે અને જ્યારે ઉજવણીની વાત આવે ત્યારે તેની કોઈ સીમાઓ હોતી નથી. ટૂટીંગ બાલ સંસ્કાર ગૃપે સ્થાનિક ટૂટીંગ વિસ્તારમાં ફેસ પેઈન્ટીંગ અને ગ્રેટ ટ્રીક ઓર ટ્રીટ ફન સાથે હેલોવીન તહેવારની પણ ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

19 − 1 =