મુંબઈ પોલીસે શનિવારે વર્ક વિઝા વગર બોલિવૂડની ફિલ્મનું શૂટિંગ કરી રહેલા 10 મહિલા સહિત 17 વિદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા. આ વિદેશીઓ વર્ક વીઝા વગર દહિસરમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતા. પોલીસે કેસ દાખલ કરી તપાસ ચાલુ કરી હતી.
દહિસર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવિણ પાટીલે જણાવ્યું હતું કે “ફરિયાદ મળ્યા પછી, અમે દહિસરના કોંકણી પાડા વિસ્તારમાં એક ટીમ મોકલી હતા. અહીં ઘણા વિદેશીઓ ફિલ્મ શૂટિંગનો ભાગ હતા. અમે તમામના દસ્તાવેજો તપાસ્યા હતું અને જાણવા મળ્યું કે તેમાંથી કેટલાક યોગ્ય વિઝા વગર ગેરકાયદેસર રીતે કામ કરી રહ્યા છે. ”

તેમાંથી વિવિધ દેશોના 17 નાગરિકો વિઝા નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. અધિકારીએ કહ્યું હતું કે એક એજન્ટ આ વિદેશીઓને કથિત રીતે ગોવાથી લાવ્યો હતો. એજન્ટ તપાસ હેઠળ છે. એક અગ્રણી બોલિવૂડ પ્રોડક્શન હાઉસે ફિલ્મમાં કામ કરવા માટે વિદેશીઓ રાખ્યા હતા. આ ફિલ્મનું દહિસરમાં શૂટિંગ ચાલી રહ્યું હતું.

મુંબઈ કોંગ્રેસની મનોરંજન ઉદ્યોગ પાંખના કાર્યકર્તા શ્રી નાઈકની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરાઈ હતી. નાઈકે કહ્યું હતું કે અમને ખબર પડી કે ગોવાથી લાવવામાં આવેલા ઘણા વિદેશીઓ દહિસરના એલ પી શિંગટે ફિલ્મ સ્ટુડિયોમાં એક ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા હતા. આ લોકો પાસે યોગ્ય વર્ક વિઝા ન હતા. તેથી અમે પોલીસનો સંપર્ક કર્યો હતો.

LEAVE A REPLY

two × four =