Imperial College London invites Indian women scientists to apply for fellowships
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બાળકોમાં જોવા મળતા ‘ઇન્વેસીવ ગૃપ એ સ્ટ્રેપ્ટોકોકલ ડીસીઝ (iGAS) એટલે કે ‘સ્ટ્રેપ એ’ નામની બીમારીથી ગયા સપ્ટેમ્બર મહિનાથી આજ દિન સુધીમાં યુકેમાં કુલ નવ બાળકોના મૃત્યુ થયા છે. દેશના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે શાળાઓમાં ‘સ્ટ્રેપ એ’ના પ્રકોપ સામે લડવા માટે બાળકોને રોગ નિવારક એન્ટિબાયોટિક્સ દવાઓ અપાઇ રહી છે. નોર્ધર્ન આયર્લેન્ડમાં પાંચ વર્ષના એક બાળકીનું ‘સ્ટ્રેપ એ’થી મૃત્યુ થતા મરણ આંક નવ પર પહોંચ્યો છે. ગયા અઠવાડિયે બીમાર પડ્યા પછી તે બાળકીને સોમવારે મૃત્યુ પામે તે પહેલાં બીમાર બાળકો માટેની રોયલ બેલફાસ્ટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. નિષ્ણાતો કહે છે કે ‘સ્ટ્રેપ એ’ના કેસોમાં વધારાની એન્ટિબાયોટિક્સ આપી શકાય છે.

નર્સરીઓના સૌથી નાના ત્રણ વર્ષના બાળકોને એન્ટિબાયોટિક્સનો કોર્સ મેળવવા માટે ડૉક્ટરને મળવા કહેવાયું છે. હાલમાં બે કે તેથી વધુ કેસ ધરાવતી શાળાઓમાં એન્ટિબાયોટિક્સ આપવાની વર્તમાન માર્ગદર્શિકા ‘કેસોની સંખ્યા અને આ ક્ષણે દેખીતી રીતે અસ્તિત્વમાં રહેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને’ વિસ્તૃત કરી શકાય છે.

દર 100,000 લોકો દીઠ કેસની સંખ્યા યોર્કશાયર અને હમ્બરમાં સૌથી વધુ છે અને ઇસ્ટ ઈંગ્લેન્ડમાં સૌથી ઓછી છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (યુકેએચએસએ) એ જણાવ્યું હતું કે આ વર્ષે સ્ટ્રેપ એના કેસોમાં વધારો થયો છે, ખાસ કરીને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં તે વધુ જોવા મળ્યા છે. યુકેએચએસએના ડેટા અનુસાર, ઈંગ્લેન્ડમાં આ વર્ષે એક થી ચાર વર્ષની વયના 100,000 બાળકોમાં આક્રમક રોગના 2.3 કેસ નોંધાયા છે, જેની સરખામણીમાં પ્રી-પેન્ડેમિક સીઝન (2017 થી 2019)માં કેસની સરેરાશ 0.5 હતી. સ્ટ્રેપ એના ચેપને કારણે 2017/18માં ચાર બાળકોના મૃત્યુ થયા હતા.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં બાળકોમાં ‘લોઅર રેસ્પેરેટરી ટ્રેક્ટ સ્ટ્રેપ એ’ ચેપમાં વધારો થયો હોવાના અહેવાલોને પગલે તપાસ પણ ચાલી રહી છે. જો કે નવો સ્ટ્રેઇન ફરતો હોવાના કોઈ પુરાવા નથી અને મોટા પ્રમાણમાં ફરતા બેક્ટેરિયા અને પળવા મળવાના કારણે વધારો થવાની સંભાવના છે.

નોર્ધર્ન આયર્લેન્ડની પબ્લિક હેલ્થ એજન્સીએ પાંચથી આઠ વર્ષની વયના ત્રણ બાળકોના વાલીઓને જાણ કરી છે કે એક વિદ્યાર્થીને સ્ટ્રેપ એ હોવાનું નિદાન થયું છે. તેમને બાળકોને એન્ટિબાયોટિક્સનો રોગ નિવારક કોર્સ કરાવવા માટે ક્લિનિકમાં જવા સલાહ અપાઇ છે.

અન્ય મૃતકોમાં પેનાર્થ, વેલ્સની હેન્ના રોપનો સમાવેશ થાય છે. ચાર વર્ષીય કેમિલા રોઝ ચેપ લાગ્યા બાદ ગયા રવિવારથી લિવરપૂલની એલ્ડર હે ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. કાઉન્ટી ડાઉનના કલકિલમાં આવેલી બ્રેકેનગ વેસ્ટ પ્રાઈમરી સ્કૂલે જણાવ્યું કે તેના ડઝનેક વિદ્યાર્થીઓને સ્ટ્રેપ એથી પીડાય છે.

LEAVE A REPLY

7 + 13 =