businessman cheated of Rs.2.70 crores

અમદાવાદના નવરંગપુરામાં એક વેપારીને હની ટ્રેપમાં ફસાવીને રૂ.270 કરોડની ઠગાઈ કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. આ વેપારીને 8 ઓગસ્ટના રોજ રાત્રે દસેક વાગ્યે વોટ્સએપ પર એક સ્વરુપવાન યુવતીનો મેસેજ આવ્યો હતો. યુવતીએ પોતાનું નામ રિયા શર્મા અને પોતે મોરબીમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. મેસેજ આવ્યો તેની થોડી જ સેકન્ડોમાં વૃદ્ધને રિયાએ સીધો વિડીયો કોલ કરી દીધો હતો. રિયા વૃદ્ધ સામે કપડાં ઉતારવા લાગી હતી. તેમને વિડીયો કોલ કરનારી રિયાએ પણ તેમને ‘ડરો નહીં, કશુંય નહીં થાય..’ તેવી વાતો કરીને કપડાં ઉતારવા માટે મજબૂત કરી દીધા હતા.

આ વીડિયોનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને તેના આધારે વેપારી પાસેથી નાણા વસૂલ કરવામાં આવ્યા હતા. આ પછી વિડીયો કોલનું રેકોર્ડિંગ મોકલીને ધમકી આપી હતી કે જો તેમણે 50 હજાર રુપિયા ના આપ્યા તો આ વિડીયો વાયરલ કરી તેમની આબરુના ધજાગરા ઉડાવવામાં આવશે. ડરી ગયેલા વેપારીએ તુરંત જ 50 હજાર રુપિયા રિયાએ કહ્યું હતું તે અનુસાર ટ્રાન્સફર કરી દીધા. આ તો માત્ર એક શરુઆત હતી, અને તોડબાજીનો ખરો ખેલ તો હવે શરુ થવાનો હતો.

તોડબાજોને અત્યાર સુધી લગભગ 85 લાખ રુપિયા આપી ચૂકેલા વૃદ્ધ વેપારી હજુય ડરેલા હતા. તે જ વખતે તેમને એક પછી એક ફોન આવતા રહ્યા, જેમાંના કેટલાક લોકોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી. 8 ઓગસ્ટથી શરુ થયેલો તોડબાજીનો આ ખેલ છેક 27 ડિસેમ્બર સુધી ચાલતો રહ્યો. આખરે 2.70 કરોડ રુપિયા બ્લેકમેલર્સને ચૂકવ્યા બાદ આ વેપારી થાક્યા હતા. છેવટે કોઈ વિકલ્પ ના રહેતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો, અને પોતાની પાસેથી રુપિયા પડાવનારા 11 શખસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

LEAVE A REPLY

two × four =