Smugglers strike Hindu temple in Texas, steal donation box

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક હિન્દુ મંદિરમાં લૂંટારુઓ ત્રાટક્યા હતા અને મંદિર સંકુલમાંથી દાનપેટી સહિત કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી. આ ઘટનાથી ભારતીય સમુદાયને આંચકો લાગ્યો હતો. તસ્કરીની આ ઘટના 11 જાન્યુઆરીએ ટેક્સાસની બ્રાઝોસ વેલીમાં આવેલા શ્રી ઓમકારનાથ મંદિરમાં બની હતી, એવો KBTX-TVએ શુક્રવારે અહેવાલ આપ્યો હતો.

બ્રાઝોસ વેલી શ્રી ઓમકારનાથ મંદિરના બોર્ડના સભ્ય શ્રીનિવાસ સુંકરીએ જણાવ્યું હતું કે,આવું કંઇ બને ત્યારે ભયનો માહોલ લાગે છે અને ગોપનીયતાના ભંગની લાગણી થાય છે. તસ્કરો બાજુની બારી તોડી અંદર ઘૂસ્યા હતા. અમારું ડોનેશન બોક્સ અને એક તિજોરી ગુમ છે. તેમાં અમે અમારી કિંમતી ચીજવસ્તુઓ રાખીએ છીએ. પુજારી અને તેનો પરિવાર મંદિરની પાછળના એપાર્ટમેન્ટમાં રહે છે, તેઓ સુરક્ષિત છે

બ્રાઝોસ વેલી ખાતેનું આ એકમાત્ર હિંદુ મંદિર છે, જે સ્થાનિક હિંદુઓ માટે પૂજા કરવાનું તથા શાંતિ મેળવવાનું સ્થળ છે. બ્રાઝોસ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે કે તેઓ ચોરી ઘટનાનીની તપાસ કરી રહ્યા છે. મંદિરની અંદર સિક્યોરિટી કેમેરામાં ઝડપાયેલી વીડિયોમાં દેખાય છે કે એક વ્યક્તિ મંદિરની પવિત્રતાની અવગણના કરીને સીધો દાન પેટી તરફ જાય છે. આ પછી શંકાસ્પદ વ્યક્તિએ મંદિરના કાર્ટનો ડોનેશન બોક્સ મૂકીને દરવાજા બહાર કાઢ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે મંદિરના પૂજારી અને પરિવાર સુરક્ષિત રહે તથા પૂજાનું સ્થળ સુરક્ષિત રહે તે માટે અમે વધારાની સાવચેતી રાખીશું. અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં આવું કોઈની સાથે ન થાય

LEAVE A REPLY

1 + five =