IBM to lay off 3800 employees
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આઈબીએમ કોર્પે 3,800 કર્મચારીઓની છટણી કરવાની બુધવારે જાહેરાત કરી હતી. આ સંખ્યા તેના કુલ કર્મચારીઓની આશરે 1.5 ટકા થાય છે. તાજેતરમાં એમેઝોન, ગૂગલ સહિતની દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓએ મોટાપાયે છટણીની જાહેરાત કરી હતી.

ચાલુ વર્ષના ચોથા કવાર્ટરમાં આઇબીએમ વાર્ષિક કેશ ફલો લક્ષ્યાંકથી ચૂકી ગઇ હતી. ટેકનોલોજીની આ દિગ્ગજ કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર જેમ્સ કવાનુચે બુધવારે જણાવ્યું હતું કે અમે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આઇબીએમના સીઇઓ અરવિંદ કૃષ્ણાના જણાવ્યા અનુસાર કંપનીએ સોફ્ટવેર પોર્ટફોલિયોને મજબૂત કરવા માટે હાઇબ્રિડ કલાઉડ અને એઆઇ ક્ષમતાઓમાં રોકાણ કર્યુ છે.

૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ સમાપ્ત થતા કવાર્ટરમાં કંપનીને ૧૬.૭ બિલિયન ડોલરની આવક નોંધાવી હતી. આઇબીએમનો ૨૦૨૨નો કેશ ફલો ૯.૩ બિલિયન ડોલર રહ્યો હતો. જે ૧૦ અબજ ડોલરના નિર્ધારિત લક્ષ્યાંકથી ઓછો હતો.

આ અગાઉ માઇક્રોસોફટે ૧૦,૦૦૦, એમેઝોને ૧૮,૦૦૦, ટ્વિટરે ૪૦૦૦ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. ફેસબુકની માલિક કંપની મેટાએ ૧૧,૦૦૦ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. ગયા વર્ષે ચીનની ટેકનોલોજી કંપની અલીબાબાએ પણ ૯૨૪૧ કર્મચારીઓની છટણી કરી હતી.

LEAVE A REPLY

nineteen + nineteen =