REUTERS/Adnan Abidi

ભારતમાં કેન્દ્રીય બજેટમાં આવકવેરાની મુક્તિમર્યાદામાં મોટી જાહેરાત કરવામાં આવી હતી. હવે ભારતમાં વાર્ષિક રૂ.7 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ ભરવો પડશે નહીં. અગાઉ આવક વેરાની મુક્તિ મર્યાદા રૂ.5 લાખ હતી. જોકે નવી જાહેરાત નવી ટેક્સ સિસ્ટમ અપનાવતા લોકો માટે છે.

વાર્ષિક રૂ.3થી 6 લાખની આવક પર 5 ટકા, રૂ.6થી 9 લાખની આવક પર 10 ટકા, રૂ.9થી 12 લાખની આવક પર 15 ટકા, 12થી 15 લાખની આવક પર 20 ટકા તેમજ 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારણને સૌથી ઊંચા ટેક્સ રેટમાં પણ ઘટાડો કર્યો છે.

નવી ટેક્સ સિસ્ટમની જાહેરાત કરતાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે જૂની ટેક્સ સિસ્ટમ હવે માત્ર રિકવેસ્ટને આધારે ઉપલબ્ધ બનશે. નવી સિસ્ટમ આપોઆપ લાગુ પડશે. જૂની સિસ્ટમમાં ટેક્સ રેટ ઊંચા હતા, પરંતુ સંખ્યાબંધ ટેક્સ માફીઓ હતી.

LEAVE A REPLY

three + 11 =