'Bharat Ekta Kooch' will be held to welcome Modi in America
(ANI Photo/Sansad TV)

કેન્દ્રીય બજેટ 2023ની આવકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમૃતકાલનું પ્રથમ બજેટ વિકસિત ભારતના નિર્માણનો મજબૂત પાયો નાંખશે. આ બજેટ ગરીબ, મધ્યમ વર્ગ અને ખેડૂતો સહિત મહત્તકાંક્ષી સમાજના સપના સાકાર કરશે.

બજેટ રજૂ થયા પછીના પ્રવચનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે આ વર્ષનું બજેટ ભારતની વિકાસ કૂચને નવી ઊર્જા આપે છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 નો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે પરંપરાગત રીતે દેશ માટે પોતાના હાથ વડે મહેનત કરતા ‘વિશ્વકર્મા’ આ દેશના સર્જક છે. ત ‘વિશ્વકર્મા’ માટે તાલીમ અને સમર્થન સંબંધિત યોજના બજેટમાં પ્રથમ વખત રજૂ કરાઈ છે. બજેટમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0ની જાહેરાત કરાઈ હતી. આ યોજના હેઠળ યુવાનોની તાલિમ અપાશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે બજેટમાં વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ બજેટ છે.આ બજેટ ભારતના વિકાસના નવી ગતિ આપશે. આ બજેટમાં એમએસએમઈનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને પેમેન્ટની નવી વ્યવસ્થા બનાવામાં આવી છે. આ બજેટ આજની આકાંક્ષાઓ, ગામડુ, ગરીબ, ખેડૂત, મધ્યમ વર્ગ સૌના સપના પુરા કરશે. સરકારે ગામડાથી લઈને શહેર સુધી રહેતી આપણી મહિલાઓના જીવન સ્તરમાં ફેરફાર લાવવા માટે કેટલાય મોટા પગલા ઉઠાવ્યા છે. હવે તેઓ વધારે તાકાત સાથે આગળ વધી શકશે. તેમણે કહ્યું કે, દેશ આ બજેટમાં પહેલી વાર અનેક પ્રોત્સાહન યોજના લઈને આવ્યું છે. આવા લોકો માટે ટ્રેનિંગ ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE A REPLY

one × three =