ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર-ઓકલેન્ડમાં ગત જાન્યુઆરીમાં પડેલા વરસાદે 170 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ એટમોસફેરિક રીસર્ચના જણાવ્યા મુજબ ઓકલેન્ડમાં જાન્યુઆરીમાં કુલ 539 મિલિમીટર વરસાદ નોંધાયો હતો, જેણે ફેબ્રુઆરી 1869ના 420 મિલિમીટરના રેકોર્ડને તોડ્યો છે.

યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડની સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટના ઓનરરી એસોસિએટ પ્રોફેસર એન્થની ફોવલરની ઐતિહાસિક અભ્યાસ આધારિત સેન્ટ્રલ ઓકલેન્ડ રેઇનફોલ શ્રેણીનો તેમણે ઉલ્લેખ કર્યો છે, આ શ્રેણી 1853થી છે.
ફોવલરે જણાવ્યું હતું કે, “અમે છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે જોયું છે તેની નજીક રેકોર્ડમાં કંઈ જણાયું નથી. 27મીએ આવેલા વાવાઝોડા અગાઉ પહેલેથી જ જાન્યુઆરીમાં ખૂબ જ વરસાદ પડ્યો હતો, પરંતુ તે એક જ ઘટનાએ એક જ દિવસમાં તેનાથી બમણો વરસાદ પડ્યો હતો. વહેલી સાંજે વરસાદની તીવ્રતા ખૂબ જ આશ્ચર્યજનક હતી.”

ઓકલેન્ડમાં 1.6 મિલિયન લોકો વસે છે, 27 જાન્યુઆરીના રોજ આવેલા વાવાઝોડાથી પૂર અને ભૂસ્ખલનને કારણે ખૂબ જ નુકસાન થયું હતું. ઓકલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટને બંધ કરવાની ફરજ પડી તે પછી ચાર લોકો મૃત્યુ પામ્યા, સેંકડો મિલકતોને નુકસાન થયું હતું અને હજારો લોકો અટવાયા હતા.

એકંદરે સેન્ટ્રલ ઓકલેન્ડે એક જ મહિનામાં તેના વાર્ષિક પ્રમાણ કરતા 45 ટકા કરતાં વધુ વરસાદનો અનુભવ કર્યો હતો, જે સામાન્ય રીતે જાન્યુઆરી મહિનાના પ્રમાણ કરતાં 8.5 ગણા અને સમગ્ર ઉનાળા કરતાં 2.5 ગણા કરતાં વધુ હતો, તેમ NIWAના અધિકારીએ જણાવ્યું હતું.

NIWAના હવામાનશાસ્ત્રી બેન નોલે જણાવ્યું હતું કે, આવી અસતુંલિત જળબંબાકારની પરિસ્થિતિ માટે એક સંપૂર્ણ રીતે યોગ્ય વાવાઝોડાની સાથે આવેલા પર્યાવરણીય પરિબળો જવાબદાર છે.

LEAVE A REPLY

eighteen − seventeen =