ઇટલીના દક્ષિણી કેલેબ્રિયા વિસ્તારમાં રવિવાર, 26 ફેબ્રુઆરીએ વહેલી સવારે તોફાની દરિયામાં ઓવરલોડ બોટ ડૂબી જતાં 11 બાળકો અને એક નવજાત બાળક સહિત ઓછામાં ઓછા 59 માઇગ્રન્ટ્સનાં મોત થયાં હતાં REUTERS TV via REUTERS

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યુ હતું કે ઇટલીની બોટ દુર્ઘટનામાં પાકિસ્તાનના આશરે 24 લોકોના મોત થયા હોવાનું માનવામાં આવી છે. ઇટલીના દક્ષિણી કેલેબ્રિયા વિસ્તારમાં રવિવાર, 26 ફેબ્રુઆરીએ વહેલી સવારે તોફાની દરિયામાં ઓવરલોડ બોટ ડૂબી જતાં 11 બાળકો અને એક નવજાત બાળક સહિત ઓછામાં ઓછા 59 માઇગ્રન્ટ્સનાં મોત થયાં હતાં.

રવિવારના અકસ્માતમાં ઓછામાં ઓછા 81 લોકો બચી ગયા હતા, જેમાં 20 લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા જેમાં એક વ્યક્તિ સઘન સંભાળમાં હતી, ઇટાલિયન સત્તાવાળાઓએ જણાવ્યું હતું. શરીફે એક નિવેદનમાં કહ્યું હતું કે ઈટલીમાં બોટ દુર્ઘટનામાં બે ડઝનથી વધુ પાકિસ્તાનીઓના ડૂબી જવાના અહેવાલો ખૂબ જ ચિંતાજનક છે. મેં વિદેશ કાર્યાલયને શક્ય તેટલી વહેલી તકે તથ્યોની ખાતરી કરવા અને રાષ્ટ્રને વિશ્વાસમાં લેવાનો આદેશ આપ્યો છે.
યુરોપમાં માઇગ્રન્ટને ધુસાડવા માટે માનવ તસ્કરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા એક જાણીતા રૂટમાં તુર્કીનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

four − 2 =