ભારતની ટેક્સ ઓથોરિટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવી છે. પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરવાનું બિનનિવાસી ભારતીયો (એનઆરઆઇ) તથા ભારતના નાગરિકો નથી તેવા લોકો માટે ફરજિયાત નથી. 80 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકો માટે પણ આ લિન્કિંગ ફરજિયાત નથી, પરંતુ જો તેઓ ઇચ્છે તો આ બે ડોક્યુમેન્ટને સ્વૈચ્છિક રીતે લિન્ક કરી શકે છે.

28 માર્ચ, 2023ના રોજ બહાર પાડવામાં આવેલ એક અખબારી યાદીમાં સીબીડીટીએ જણાવ્યું હતું કે, “કરદાતાઓને થોડો વધુ સમય આપવા માટે PAN અને આધારને લિંક કરવાની તારીખ 30મી જૂન 2023 સુધી લંબાવવામાં આવી છે,
CBDTએ મંગળવારે પાંચમી વખત PANને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ લંબાવી છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે, “આ અંગેની સૂચના અલગથી જારી કરવામાં આવી રહી છે. પહેલી જુલાઈ 2023થી જે કરદાતાઓ તેમના આધાર કાર્ડને લિન્ક કરવામાં નિષ્ફળ ગયા હોય તેમના PAN નિષ્ક્રિય થઈ જશે.

પાન કાર્ડ નિષ્ક્રીય બની જતાં આવા પાન કાર્ડ સામેના રિફંડ નહીં મળે. પાન કાર્ડ નિષ્ક્રીય હશે તે સમયગાળાનું આવા રિફંડનું વ્યાજ પણ નહીં મળે.જો PAN નિષ્ક્રિય થઈ જાય, તો વ્યક્તિઓએ તેને આધાર સાથે લિંક કરવા માટે 1,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. સીબીડીટીએ જણાવ્યું હતું કે, “1,000 રૂપિયાની ફીની ચુકવણી કર્યા પછી નિયત સત્તાધિકારીને આધારની જાણ કર્યા પછી PANને 30 દિવસમાં ફરીથી કાર્યરત કરી શકાય છે.”

LEAVE A REPLY

2 × 4 =