Long mobile phone calls can increase blood pressure
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ડો. યુવા અય્‍યર
આયુર્વેદિક
ફિઝિ‌શિયન

પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર આરોગ્ય વિષયક બહુ પ્રચલિત સૂત્ર છે. જીવનમાં કોઈપણ તબક્કે બિમારી માત્ર શારીરિક જ નહીં પરંતુ, માનસિક આર્થિક અને સામાજિક સમસ્યાનું પણ કારણ બને છે. આથી જ તો “પહેલું સુખ તે જાતે નરવા“ જેવા સૂત્રને સહુ સ્વીકારે છે. આયુર્વેદનો મૂળભૂત ઉદેશ્ય પ્રાણીમાત્રને રોગથી બચાવી નિરોગી બનાવવા પૂરતો સિમિત નથી. આયુર્વેદ નિરોગી વ્યક્તિની સ્વસ્થતા શી રીતે જાળવવી શક્ય છે, તે વિશે ખૂબ જ સરળ અને ઊંડાણપૂર્વક ચર્ચે છે.

• પ્રિવેન્શન – આયુર્વેદના દ્રષ્ટિકોણથી આયુર્વેદમાં રોગ સામે રક્ષણ વિશે
જે પણ સૂચનો આપવામાં આવે છે. તે સાદા અને સરળતાથી સમજી શકાય તેવા છે. દરેક સૂચનોના કેન્દ્રમાં ‘સ્વાસ્થ્ય’ છે. પ્રિવેન્શન સદર્ભે ‘રોગને’ કેન્દ્રમાં રાખવામાં આવતા નથી. સ્વાભાવિક છે કે રોગોની સંખ્યા અનેક છે. ઘણા નાના- મોટા કારણોને લઈને રોગ જન્મે છે.

આમાંના કેટલાંક શરીરમાં અંદર થતાં ફિજીયોલોજીકલ ફંક્શન્સમાં થતી ખોટને પરિણામે, તો ક્યારેક બહારના કારણો જેવાકે જીવાણું, પ્રતિકૂળ સંજોગોની શરીર પર થતી આડઅસર હોય તો વળી ક્યારેક આકસ્મિક કુદરતી કારણોથી જેમકે વધુ તાપ, વરસાદમાં પલળવું, ઠંડી હવા લાગવી, સાપ-વિંછી કીટાણુનાં ડંખથી કે પછી પડવાથી, વાગવાથી કે પછી અકસ્માતથી થતી ઇજાઓથી થતી બીમારીઓ હોય. આ બધા ઉપરાંત સરકતી રેતીની માફક વ્યતીત થતાં કાળના પરિણામે શરીરમાં ઉંમરને કારણે થતાં ફેરફારથી થતી બિમારીઓ. આવી અનેક બિમારીઓના અનેક કારણોને અલગ-અલગ તારવી અને સામનો કરવાને બદલે, આયુર્વેદ ખૂબ સરળ માર્ગ બતાવે છે.

રોગ થવાનું આશ્રયસ્થાન શરીર છે. અહીં શરીર લખું છું, પરંતુ શરીર, મન, આત્મા અને ઇન્દ્રિયોનાં સમૂહને સાથે ઉલ્લેખું છુ. આથી જો શરીરને બને તેટલી મજબૂતી આપવામાં આવે કે જેથી આંતરિક-બહારના રોગજનક કારણોનો સામનો કરે તેવું તાકાતવાન બને. જીવન ભરપૂર જીવવું હોય તો. વાયુ, પિત્ત અને કફની ક્રિયાઓ શરીર માટે ઉપયોગી યા યોગ્ય રીતે થાય તથા શારીરની બંધારણરૂપ બધી રસ, રક્ત, માંસ વગેરે ધાતુઓની યોગ્યતા જળવાઈ રહે તે બાબતને કેન્દ્રમાં રાખી ઋતુના બદલાવ વગેરે કુદરતી કારણો અને શરીરને અસરકારક બાબતો જેવી કે કયા પ્રદેશમાં, કેવી આબોહવા- વાતાવરણમાં, ઉંમરની કઈ અવસ્થા તથા પોતાની કેવી પ્રકૃતિ છે તેવી બાબતોને ધ્યાનમાં લઇ જીવન પદ્ધતિ અપનાવવા સૂચવવામાં આવ્યું છે. આમ આયુર્વેદનું પ્રિવેન્શન રોગપરક નહીં પરંતુ આરોગ્યપરક છે.

• સદવૃત-આચારથી આરોગ્ય !

આયુર્વેદ જ્યારે રોગ થવાની સંભાવના ધટે તથા રોગનો સામનો કરવાની શરીરની સક્ષમતા જળવાય તે માટે દૈનિક જીવન પદ્ધતિ તથા બદલાતી ઋતુઓમાં અપનાવવા લાયક જીવન પદ્ધતિ વિશે જણાવવાની સાથે સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ એવા માનસિક અને ચૈતસિક ક્ષમતાને જાળવવા સૂચવે છે. સામાજિક જીવનની શરીર તથા મન પર થતી અસરને ધ્યાનમાં રાખીને સ્વયંને સમગ્રનો અંશ સમજી અને સમગ્રતાને અનુરૂપ જીવન જીવવા માટેના સૂચનો કરે છે. આ માટે સદવૃત્ત અંતર્ગત માર્ગદર્શન કરવામાં આવ્યું છે. સદવૃત્ત એ કોઈ ધર્મને કેન્દ્રમાં રાખી અને કરાયેલા સૂચનો નથી. પરંતુ રોજબરોજનાં જીવનની અસર માત્ર શરીર પુરતી માર્યાદિત ન રહેતા તેની મન અને આચરણ પર પણ થતી અસરને ધ્યાનમાં લઈને આચરણ વિરો જાગ્રતતા જાળવવા Description of right conduct – સદવૃત્ત પર ભાર મૂક્યો છે. આજના સમયાભાવ, સ્ટ્રેસ, ભૌતિક સુખો પાછળની આંધળી દોડમાં મશીનનો ગુલામ બનેલો માણસ આ બધા સાદા સૂચનોને ભૂલી બેઠો છે. પરિણામે ‘લાઈફ સ્ટાઈલ ડિઝીસીસ’ જેવા નવા રોગો જન્મ્યા છે. આયુર્વેદિય સદવૃત્તથી માહિતગાર થવાથી આરોગ્યમય જીવનશૈલી સરળતાથી અપનાવી શકાય છે.

LEAVE A REPLY

17 − twelve =