Be vegetarian for this earth, for humanity

ઘણા બધા લોકો તેમના અનિયંત્રિત ગુસ્સો અને ગુનાની ભાવનાથી સભર રહી મારી પાસે આવતા હોય છે. તમે લોકો સાત્વિક શુદ્ધતા, દિવ્યતા અને સુંદરતાથી સભર છો. તમારા વિચારો સમુદ્રનાં મોજાંની માફક આવતા અને જતા રહેશે પરંતુ તમારે તમારી જાતને આવા વિચારો સાથે વહી જવા દેવાની નથી.

હું લોકોને હંમેશાં કહું છું કે તમે લાઇટ બલ્બ જેવા નથી જે બીજા કોઇની મનસુફી કે દોરવણીથી ચાલુ – બંધ થઇ શકે. પરંતુ તમે તેનાથી સરસ, સુદૃઢ અને મજબૂત છો. આમ છતાં તમે આ વાસ્તવિકતા વિસરી જતા હો છો. શું આ સાચું નથી? તમારો કોઇ મિત્ર ફોન કરીને તમને એમ કહે કે ફલાણી વ્યક્તિ તમારા માટે ખરાબ બોલતી હતી તો તમારો આખો દિવસ બગડતો હોય તેવું પણ બને. અથવા તો તમે જેનાથી આકર્ષિત હો તે તમને સ્મિત આપે તો તમારો દિવસ સ્વર્ગના આનંદ જેવો પણ નીવડે. શું આ સાચું નથી.

આપણા સૌમાં લાગણી હોવી અને આનંદ – ખુશાલીની અનુભૂતિ થવી તે અદભૂત છે પરંતુ તે માટે તમારે તારા જીવનનું નિયંત્રણ – દોરીસંચાર તમારા હાથમાં રાખવો પડશે. આપણા જીવનમાં આપણે ઘણી વખત આ લગામ આપણી આસપાસના કોઇને આપતા હોઇએ છીએ. આપણે આપણા મગજની સ્થિતિ બીજાને નક્કી કરવા દઇએ છીએ અથવા તો આપણી લાગણીઓનું નિયંત્રણ અન્યોના હવાલે કરીએ છીએ. અને તે રીતે આપણે આપણી લાગણીઓ, સંવેદનાને આપણા જીવનથી દૂર ધકેલીએ છીએ.

યાદ રાખો કે તમે લાગણીઓ અનુભવો છો પરંતુ તમે લાગણીઓ નથી. તમે દુઃખ, ગુસ્સો કે લગાવ નથી, તમે તમારું મગજ પણ નથી કે જે ઘણી વખત ગૂંચવાયેલું લાગતું હોય. તમે આ બધાથી પણ વધારે મોટા મજબૂત અને દિવ્ય છો અને તે રીતે તમે ભગવાનનો જ અંશ છો.
ઇશ્વરના નામે વ્રત, માનતા પ્રતિજ્ઞા રોજેરોજ લેતા રહો

ઘણી વખત લોકો કોઇ ઉમદા હેતુસર કાંઇક કરી છૂટવા કે આપવા વિચારોથી વધુ ઉત્સાહિત રોમાંચિત થતા હોય છે. અથવા ઘણી વખત આવું આજીવન કરવાની ભાવના, વિચારો માત્રથી પણ બનતું હોય છે પરંતુ આવું આજીવન કરવાની માનતા, પ્રતિજ્ઞા કે વ્રતની જરૂર નથી. આવો ભાવ રોજેરોજ જન્માવતા રહો. માત્ર એવી પ્રતિજ્ઞા લો કે આગામી 24 કલાક તમે શુદ્ધ, સાત્વિક, શાંતિપૂર્ણ અને અહિંસક રહેશો. એવું પણ પ્રણ લઇ લો કે તમે 24 કલાક માટે પુણ્યના માર્ગે આગળ ધપતા રહેશો અને કાંઇ પણ ખોટી લાગતી હોય તેવી પ્રવૃત્તિ તમને શારીરિક, માનસિક કે આધ્યાત્મિક રીતે હાનિ પહોંચાડી શકે તેવું કાંઇ પણ અજુગતું કે ખોટું કામ કરશો નહીં.ભગવાનને પ્રાર્થના કરો કે 24 કલાક સુધી આ વચન નિભાવવાની તમને શક્તિ આપે અને પછી બીજા દિવસે પણ આવી જ પ્રતિજ્ઞા લો.

LEAVE A REPLY

two × 5 =