કર્ણાટકના રામનગર જિલ્લાના સથાનપુરમાં ગૌરક્ષકોના એક જૂથે પશુ તસ્કરીની આશંકાને આધારે એક મુસ્લિમને ઢોર માર મારીને તેની કથિત હત્યા કરી હતી અને બીજા બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આ ઘટના શુક્રવારની રાત્રે બની હતી. મૃતકની ઓળખ ઇદ્રીસ પાશા તરીકે થઈ હતી. તેના બે સાથીદારોમાં ઇરફાન અને સઇદ ઝહીરનો સમાવેશ થાય છે. ઇદ્રીસના મૃત્યુ માટે મૃતકના પરિવારે વિરોધ પ્રદર્શન કરતાં કરતાં શનિવારે તંગદિલી ઊભી થઈ હતી. પરિવારે ગૌરક્ષક સામે પગલાં લેવાની માગણી કરી હતી.

કતલ માટે ગેરકાયદેસર રીતે પશુઓનું પરિવહન કરતા હોવાની આશંકા સાથે ગૌરક્ષક પુનીત કેરેહલ્લી અને તેની ટીમે ત્રણેયને અટકાવ્યા હોવાનું માનવામાં આવે છે. ગૌરક્ષકોએ તેમના પર કથિત હુમલો અને દુર્વ્યવહાર કર્યો હતો. આરોપીએ તેમની પાસેથી રૂ.2 લાખ માંગ્યા હોવાનું પણ કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઇદ્રીસે ગૌરક્ષકોનો પ્રતિકાર કર્યો હતો, પરંતુ ગૌરક્ષકોએ તેનો પીછો કર્યો હતો અને મૂઢ માર માર્યો હતો. ઇદ્રીસ મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઝહીર અને ઈરફાનને પકડીને સથાનુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે કેરેહલ્લી અને અન્યો સામે હત્યા અને IPCની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને કેસની તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

1 + four =