Launch of India's first water metro service in Kerala
(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળમાં ભારતની પ્રથમ વોટર મેટ્રો સર્વિસનો પ્રારંભ કરાવ્યો હતો. પોર્ટ સિટી કોચીમાં બનેલ મેટ્રો કોચી શહેરને નજીકના 10 ટાપુઓ સાથે જોડશે. આ પ્રોજેક્ટમાં શહેર સાથે સરળ કનેક્ટિવિટી માટે બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટનો ઉપયોગ કરવામાં આવશે. કોચી વોટર મેટ્રો પ્રવાસનને વેગ આપીને રાજ્યના જળ પરિવહન ઉદ્યોગમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે. બોટની સફર માટેની ટિકિટ 20 રૂપિયાથી શરૂ થાય છે. વારંવાર આવતા પ્રવાસીઓ માટે, સાપ્તાહિક અને માસિક પાસ ઉપલબ્ધ છે.

તિરુવનંતપુરમમાં એક રેલીને સંબોધતા મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર સહકારી સંઘવાદ પર ભાર મૂકે છે. “જો કેરળનો વિકાસ થશે, તો ભારત ઝડપથી વિકાસ કરશે. વડાપ્રધાને પ્રથમ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. તેઓ સવારે 11 વાગ્યે તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશન પહોંચ્યા અને તિરુવનંતપુરમ-કસારાગોડ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રવાના કરાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં દેશના પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ.1515 કરોડ છે. પ્રથમ તબક્કામાં 200 કરોડ ખર્ચવામાં આવશે. આ કેરળના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયને કહ્યું હતું, ‘વિશ્વકક્ષાની કોચી વોટર મેટ્રો તેની સફર માટે તૈયાર છે. તે કોચી અને એની આસપાસના 10 ટાપુને જોડવાનો કેરળનો ડ્રીમ પ્રોજેક્ટ છે. કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટમાં રૂ.1,136.83 કરોડના ખર્ચે 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ્સ છે.

LEAVE A REPLY

1 × 2 =