People with dark skin are insulted by their family members

યુ.કે.માં થયેલા પ્રથમ અને નોંધપાત્ર સંશોધનમાં જાણવા મળ્યું છે કે કાળી ત્વચા ધરાવતા અશ્વેત અને એશિયન લોકોને તેમના જ પરિવારના સહેજ ગૌર વર્ણ ધરાવતા તેમના ખુદના માતા-પિતા, ભાઈ-બહેન અને અન્ય સંબંધીઓ દ્વારા પૂર્વગ્રહ અને અપમાન સહન કરવું પડે છે.

કિંગ્સ કૉલેજ લંડનના ડૉ. આયશા ફીનિક્સ અને યુનિવર્સિટી ઑફ વેસ્ટ ઑફ ઇંગ્લેન્ડના ડૉ. નાદિયા ક્રૅડૉક દ્વારા ડૉકટરો, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, એકાઉન્ટન્ટ અને ટ્રેન ડ્રાઇવર સહિત 19થી 60 વર્ષની વયના લોકોના ઇન્ટરવ્યુ લીધા હતા. 33 લોકોમાંથી લગભગ અડધા લોકોએ કહ્યું કે તેઓ આવા પૂર્વગ્રહ કે અપમાનના સાક્ષી કે લક્ષ્ય બન્યા છે.

ડૉ. ફીનિક્સે 12 એપ્રિલના રોજ માન્ચેસ્ટરમાં બ્રિટિશ સોશિયોલોજિકલ એસોસિએશનની વાર્ષિક પરિષદમાં જણાવ્યું હતું કે, “પરિવારો ત્વચાના રંગ વિશેના વિચારોને આકાર આપવામાં કેન્દ્રિય ભૂમિકા ભજવે છે. પરિવારોમાં હળવા ત્વચાવાળા બાળકોની તરફેણ કરવામાં આવતી હતી, જ્યારે કાળી ત્વચાવાળા બાળકોને કલંકિત કરવામાં આવતા હતા અને અપમાન અને બુલિઇંગનો ભોગ બનતા હતા. જો કે, કેટલાક પરિવારો આવા રંગભેદનો વિરોધ કરે છે અને કાળી ત્વચા અથવા ત્વચાના તમામ શેડ્સ વિશે સકારાત્મક વિચારો જગાડવાનું કામ કરે છે.”

LEAVE A REPLY

8 + sixteen =