પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ કોર્પોરેશન દ્વારા સંચાલિત બોઇંગ કંપની 777 જેટને 29 મેના રોજ કુઆલાલંપુરમાં જપ્ત કરાયું હતું. વિમાન ભાડે આપતી કંપનીને બાકી રકમ ન ચુકવામાં આવી હોવાથી આ કાર્યવાહી થઈ હતી. વિમાન જપ્ત થતાં એરલાઇને ફસાયેલા મુસાફરો બીજુ વિમાન મોકલવું પડ્યું હતું.

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના પ્રવકતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાન ભાડે આપતી કંપનીની ફરિયાદને પગલે મલેશિયાની એક કોર્ટે વિમાન જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. સરકાર માલિકીની કંપની વિમાનને મુક્ત કરવા માટે કાનૂની માર્ગ અપનાવશે. વિવાદિત રકમ ચુકવી દેવામાં આવી છે. છેલ્લાં બે વર્ષમાં સરકાર માલિકીની એરલાઇનનું વિમાન જપ્ત થયું હોય તેવી આ બીજી ઘટના છે.

આ પહેલા સ્થાનિક કોર્ટમાંથી મલેશિયાની સરકારે જરુરી આદેશ પણ મેળવ્યો હતો. આ વિમાન મુદ્દે લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો હતો. આ પહેલા 2021માં તેને મલેશિયાએ જપ્ત કર્યુ હતું પણ પાકિસ્તાને રકમ ચુકવવાનુ આશ્વાસન આપતા મલેશિયાએ વિમાનને જવા દીધું હતું. તે વખતે વિમાનમાં 173 યાત્રીઓ અને ક્રુ મેમ્બર્સ પણ હતા.

LEAVE A REPLY