ઓડિશાના બાલાસોર પાસે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માતની ઘટનાના પીડિતોને પ. પૂ. મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવીને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.પૂજ્ય મોરારીબાપુ રામકથા માટે કલકત્તા ગયા છે. એ દરમિયાન એમને આ સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અત્યંત કરુણ ઘટનાને અંગે પૂજ્ય મોરારીબાપુએ એમની સંવેદના વ્યક્ત કરી છે. અને આ ઘટનામાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તે અને અન્ય ઘાયલ થયેલા લોકોને સહાયરૂપ થવા માટે રૂપિયા 50 લાખની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. રામકથાના દેશ અને વિદેશના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે.

પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને ઘાયલ લોકો ઝડપથી પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી છે. મૃતકો અને ઘાયલોનાં પરિવારજનોને એમણે દિલસોજી પાઠવી છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments