એક સ્વતંત્ર ગુજરાતી ગ્રૂપ ચેરિટેબલ સંસ્થા ‘પ્રોજેક્ટ ગીવીંગ’ લંડનમાં વસતા બેઘર અને જરૂરતમંદ લોકોને ટેકો અને મદદ કરી રહી છે. 6 વર્ષ કરતા વધુ સમયથી સેવા આપતી ચેરીટી દ્વારા મહિનાના છેલ્લા શનિવારે 500થી વધુ લોકોને સેન્ટ્રલ લંડનના હોલબર્ન સ્ટેશન પાસે મદદ કરાઇ રહી છે.
27 મેના રોજ લંડન મેયરલ ચૂંટણી 2024ના સંભવિત ઉમેદવાર ડ્યુવેન લોયડ એન્થોની બ્રૂક્સ OBE, કાઉન્સિલર નિતેશ હિરાણી, બ્લુ સ્કાય નેટવર્કના સ્થાપક નિક કરીમ અને લંડન સ્થિત સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ અને ચેલ્સિ સ્થિત સલૂન ટિયારા ઓર્ગેનિક્સના ડિમ્પ્સ સંઘાણીએ પ્રોજેક્ટ ગિવિંગ આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી ઉમદા હેતુ માટે તેમનો ટેકો આપ્યો હતો અને ઘરવિહોણા લોકોને મદદ કરી પોતાની પ્રતિબધ્ધતા દ
ર્શાવી હતી.
પ્રોજેક્ટ ગીવીંગના સ્વયંસેવકોની વિશાળ ટીમ હોમલેસ લોકોને જરૂરિયાતના સમયે ટકી રહેવામાં મદદ કરવા સાથે બેઘર લોકોની ગરીબી દૂર કરવા પ્રોજેક્ટ આપે છે. આ ઉપરાંત તેમને કપડાં, વિવિધ ટોયલેટરીઝ અને દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ, સેન્ડવીચ અને અન્ય ખાદ્યપદાર્થો આપે છે.