કાળઝાળ ગરમી વચ્ચે પૂર્વ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લા અને પડોશી રાજ્ય બિહારમાં 15 જૂનથી ત્રણ દિવસમાં ઓછામાં ઓછા 96 લોકોના મોત થયાં હતાં. ઉત્તર અને પૂર્વ ભારતના કેટલાક ભાગો હીટવેવની અસર જોવા મળી હતી.

યુપીના બલિયામાં ત્રણ દિવસમાં 54 લોકાના મોત થયા હતા અને આશરે 400 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પૂર્વીય ઉત્તર પ્રદેશ જિલ્લામાં પોસ્ટ કરાયેલા સરકારી ડોકટરોએ જણાવ્યું હતું કે મૃત્યુ હીટવેવ સાથે સંકળાયેલ હોઈ શકે છે. જોકે આ મામલની તપાસ માટે રચવામાં આવેલી સમિતિના ઇનચાર્જ ડોક્ટરે હીટવેવને કારણે મોત થયા હોવાની બાબતને ફગાવી દીધી હતી. સરકારી ડોક્ટર એ કે સિંહે જણાવ્યું હતું કે “પ્રથમ દૃષ્ટિએ, આ હીટવેવ સંબંધિત મૃત્યુ નથી લાગતા કારણ કે સમાન પરિસ્થિતિનો સામનો કરી રહેલા નજીકના જિલ્લાઓમાં સમાન મૃત્યુના આંકડા નોંધાયા નથી.  પ્રારંભિક લક્ષણો મોટે ભાગે છાતીમાં દુખાવાના હતા જે હીટવેવથી પ્રભાવિત વ્યક્તિ માટેના પ્રથમ લક્ષણ નથી.

બલિયા ખાતે પોસ્ટ કરાયેલા ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ રેન્કના ડૉક્ટરને તેમની પોસ્ટ પરથી દૂર કરવામાં આવ્યા હતા.યુપીના આરોગ્ય પ્રધાન બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે, “યોગ્ય માહિતી વિના હીટવેવથી થતા મૃત્યુ અંગે બેદરકારીભર્યું નિવેદન આપવા બદલ તેમને દૂર કરવામાં આવ્યા છે.”

 

 

LEAVE A REPLY

19 − 18 =