ટાટા મોટર્સની પેટાકંપની ટાટા ટેક્નોલોજીના આઈપીઓને સેબીએ મંગળવારે મંજૂરી આપી હતી. આશરે 20 વર્ષ પછી ટાટા ગ્રૂપની કોઇ કંપનીનો આ પ્રથમ આઇપીઓ હશે. ટાટા ટેકનોલોજી સહિતની આ ત્રણ કંપનીઓએ આઈપીઓ માટે ડિસેમ્બર 2022થી માર્ચ 2023 વચ્ચે તેમના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ રજૂ કર્યા હતા. તેમને 21થી 23 જૂન વચ્ચે મંજૂરી મળી હતી

ડ્રાફ્ટ પેપર્સ અનુસાર ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) સ્વરૂપનો છે જેમાં કંપની 9.57 કરોડ ઈક્વિટી શેર વેચશે, જે કંપનીની કુલ પેઈડ-અપ શેર કેપિટલના 23.60 ટકા છે. ટાટા ટેક્નોલોજીની પેરેન્ટ કંપની ટાટા મોટર્સ 8.11 કરોડ શેર (20 ટકા હિસ્સો) આ આઈપીઓ દ્વારા વેચી દેશે. અન્ય શેરધારકોમાં આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 97.16 લાખ શેર (2.40 ટકા) શેર વેચશે અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ-1 48.58 લાખ ઈક્વિટી શેર (1.20 ટકા) વેચશે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments