(istockphoto.com)

અમેરિકાના સફરજન પરની 20 ટકા કસ્ટમ ડ્યૂટી નાબૂદ કરવાથી સ્થાનિક ઉત્પાદકોને અસર નહીં થાય, કારણ કે સરકાર પાસે સ્થાનિક ઉત્પાદનને સપોર્ટ કરવા માટે પૂરતા નીતિવિષયક માધ્યમો છે, એમ સરકારે જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ બાદ હવે ભારતે અમેરિકાના સુપ્રસિધ્ધ વોશિંગ્ટન સફરજન સહિતની આઠ અમેરિકન પ્રોડક્ટ પરની ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. સરકારને આશા છે કે, તેના કારણે ભારતની સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડકટને પણ અમેરિકન માર્કેટમાં આસાનાથી એન્ટ્રી મળશે.

ભારતમાં સફરજનની ખેતી કરતા ખેડૂતોમાં આ નિર્ણય સામે વિરોધ શરૂ થઈ ગયો હતો. જોકે ભારત સરકારે આશ્વાસન આપ્યુ છે કે, આ નિર્ણયની અસર ભારતના સફરજનના માર્કેટ પર નહીં પડે.ઉલટાનુ તેનાથી સ્પર્ધા વધશે અને તેનો ફાયદો ગ્રાહકોને મળશે. ભારત સરકારે વોશિંગ્ટન એપલ પર 20 ટકાની વધારાની ડ્યુટી 2019માં લગાવી હતી. 2019માં ભારતે 1.27 લાખ ટ્ન સફરજન આયાત કર્યા હતા. આ આંકડો ગયા વર્ષે ઘટીને 4.4 હજાર ટન રહી ગયો હતો.

LEAVE A REPLY

one × one =