(Photo by Patrick Smith/Getty Images)

એક સપ્તાહ અગાઉ શરૂ થયેલી વિમ્બલ્ડન ગ્રાંડ સ્લેમ ટેનિસ ચેમ્પિયનશિપ્સમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેન સોમવારે ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા હતા. તેમણે બીજા રાઉન્ડના મુકાબલામાં બ્રિટનના જેકબ ફર્ન્લે અને જોહાનસ મન્ડેને સીધા સેટ્સમાં એક કલાક ઉપરાંત થોડી મિનિટોના જંગમાં હરીફોને 7-5, 6-3થી હરાવ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં તેમણે આર્જેન્ટીનાની જોડી ગીલેરમો ડુરાન અને થોમસ એચેવેરીને હરાવ્યા હતા. 

43 વર્ષનો રોહન અને 35 વર્ષનો એબ્ડેન આ વર્ષે આ અગાઉ ડબલ્સ પાર્ટનર્સ તરીકે કતાર ઓપન અને ઈન્ડિયન વેલ્સ ઓપનનો તાજ હાંસલ કરી ચૂક્યા છે. આ અગાઉ, રવિવારે મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં બોપન્ના અને તેની કેનેડિયન પાર્ટનર ગેબ્રિએલા ડેબ્રોવ્સ્કીનો સીધા સેટ્સમાં વિમ્બલ્ડન ચેમ્પિયન્સ ઈવાન ડોડિગ અને લેટિશા ચાનની જોડી સામે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 7-6 (5), 3-6, 4-6 થી પરાજય થયો હતો. બોપન્ના – ડેબ્રોવ્સ્કીની જોડીએ 2017માં ફ્રેન્ચ ઓપન મિક્સ્ડ ડબલ્સનું ટાઈટલ હાંસલ કર્યું હતું.  

તો પુરૂષોની ડબલ્સમાં ભારતના યુકી ભામ્બ્રી અને સાકેથ માયનેનીનો પહેલા જ રાઉન્ડમાં રવિવારે સ્પેનના અલેજાન્ડ્રો ડેવિડોવિક ફોકિના અને ફ્રાન્સના એડ્રીઅન મન્નારિનો સામે ત્રણ સેટના મુકાબલામાં 4-6, 6-4, 4-6થી પરાજય થયો હતો. 

LEAVE A REPLY

11 − 5 =