(ANI Photo)

સલમાન ખાન કહે છે કે, ‘બિગ બોસ ઓટીટી 2’થી તેને ખાસ લગાવ છે. આ શો તે છોડી રહ્યો હોવાની ચર્ચા ચાલી હતી. તે સેટ પર ​એટલે કે સ્ટેજ પર સિગારેટ સાથે જોવા મળ્યો હતો. આ શો બે અઠવાડિયાં લંબાવવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે સલમાન એને છોડી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આ વિશે પૂછતાં સલમાન ખાને કહ્યું કે ‘મારા માટે ​‘બિગ બોસ’ એક ઇમોશન છે. હું હંમેશાં કહું છું કે હું અટેચમેન્ટથી દૂર રહું છું, પરંતુ ‘બિગ બોસ’ અલગ છે. મેં એને ઘણાં વર્ષોથી હોસ્ટ કર્યો છે અને મને એવું લાગે છે કે એ મારી લાઇફનું જ એક એક્સટેન્શન છે.’ તો બીજી તરફ સલમાન સામે આ શોમાં તે પક્ષપાતી વલણ ધરાવતો હોવાનો આરોપ પણ મુકવામાં આવી રહ્યો છે.

નવાઝુદ્દીન સિદ્દીકીથી અલગ થયા પછી ચર્ચામાં રહેલી આલિયા સિદ્દીકીને તાજેતરમાં બિગ બોસ OTT 2 માંથી બહાર કાઢવામાં આવી હતી. આલિયાએ સલમાન ખાન પર પક્ષપાતી હોવાનો આરોપ મૂક્યો છે. સલમાન ખાને આલિયાને તેના અંગત જીવન વિશે બોલવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. પોતાની હકાલપટ્ટી પછી આલિયાએ પૂજા ભટ્ટ પર પણ આરોપો લગાવ્યા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments