(istockphoto.com)

બ્રિટનના કેટલાક લેભાગુ વકીલો ભારતના ગેરકાયદેસર ઇમિગ્રન્ટોને ખાલિસ્તાનના નામે અસાયલમની અરજી કરવા શીખવી રહયાં છે. તાજેતરમાં બ્રિટનના વર્તમાનપત્ર ડેઇલી મેઇલના એક ઇન્વેસ્ટિગેશન રીપોર્ટમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. બીજી તરફ વડાપ્રધાન ઋષિ સુનકે પણ આક્ષેપ કર્યો હતો કે લેબર પાર્ટી આવા વકીલોનું સમર્થન કરે છે અને ગેરકાયદે માઇગ્રેશન અંગેના સરકારના બિલનો વિરોધ કરે છે.

યુકેમાં ઈમિગ્રેશનની કામગીરી કરતા વકીલો તેમનાં ભારતીય ગ્રાહકોને બ્રિટનમાં શરણ લઈને કાયમી વસવાટ કરવા સત્તાવાળાઓ સમક્ષ ખોટું બોલવાનાં પાઠ ભણાવે છે. ખોટી રીતે શરણ મેળવવાનો દાવો કરવા વકીલો ભારતીય ગ્રાહક પાસેથી 10,000 પાઉન્ડની તગડી રકમ પડાવે છે.

1983માં શ્રીલંકાથી યુકે આવેલા ઈમિગ્રેશન વકીલ વી પી લિંગજ્યોતિએ તેના એક ભારતીય ગ્રાહકને બ્રિટનમાં શરણ મેળવવા સત્તાવાળાઓ સમક્ષ કેવી રીતે ખોટું બોલવું તેના પાઠ ભણાવ્યાં હતા. ભારતીય ગ્રાહકે સત્તાવાળાઓ સમક્ષ એવી રજૂઆત કરવાની હોય છે કે તે ખાલિસ્તાની સમર્થક હોવાથી ભારત સરકાર તેને ત્રાસ આપે છે.

યુકેનાં વકીલોની મોડસ ઓપરન્ડી એવી છે કે તે ભારતનાં ગ્રાહકને ખોટું બોલતા શીખવે છે. તાજેતરમાં પંજાબનો એક ખેડૂત નાની બોટમાં યુકે આવ્યો ત્યારે તેને એવું કહેવામાં આવ્યું કે તેને યુકેનાં સત્તાવાળાઓ સમક્ષ એવું બોલવાનું કે ખાલિસ્તાની સમર્થક હોવાથી ભારત સરકાર તેની સાથે અભદ્ર વ્યવહાર કરે છે અને તેને કસ્ટડીમાં લઈને ટોર્ચર કરે છે

LEAVE A REPLY