- લોર્ડ જીતેશ ગઢિયા દ્વારા
G20ની ભારતની વર્ષભરની પ્રેસિડેન્સીની પરાકાષ્ઠાનો ગયા વિકેન્ડે વિશ્વના અગ્રણી અર્થતંત્રોની વાર્ષિક સમિટ માટે એકઠા થયેલા વિશ્વભરના નેતાઓની દિલ્હીમાં થયેલી બેઠક સાથે અંત આવ્યો હતો. વિષમતાઓ હોવા છતાં ભારત ભૌગોલિક અને રાજકીય રીતે વિભાજિત રાષ્ટ્રોના જૂથ વચ્ચે સર્વસંમતિ સાધવામાં સક્ષમ બન્યું હતું. યુક્રેનમાં ચાલતા યુદ્ધ અંગે મતભેદો હોવા છતાં સર્વસંમતિથી “નવી દિલ્હી લીડર્સ ડેક્લેરેશન”ને અપનાવવામાં આવ્યું હતું જે ભારતીય મુત્સદ્દીગીરીનો વિજય હતો. તો આપણાં વડાપ્રધાન ઋષિ સુનક સહિત સમગ્ર બોર્ડમાં પ્રશંસનીય જીત મેળવી ઐતિહાસિક પરિણામની પ્રશંસા કરી હતી.
પસંદ કરાયેલી થીમ “એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય” સાથે સુસંગત થવા આફ્રિકન યુનિયનને નવા સભ્ય તરીકે રજૂ કરવાની સાથે સાથે, ભારત G20 (અથવા હવે G21) ના ફોકસને વિકાસના એજન્ડા પર ખસેડવામાં સક્ષમ થયું હતું. ગ્લોબલ સાઉથ માટે વધુ મહત્વ, અને ભારત-મધ્ય પૂર્વ-યુરોપના મહત્વાકાંક્ષી નવા આર્થિક કોરિડોરની જાહેરાત પણ કરાઇ હતી.
યુકે માટે, આ સમિટે દ્વિપક્ષીય મુક્ત વ્યાપાર કરાર (FTA) પર વાટાઘાટો માટે એક યોગ્ય ક્ષણ આપી હતી. એક્સચેકરના ચાન્સેલર, જેરેમી હંટ, એમપી, ભારત-યુકે ફાઇનાન્સિયલ પાર્ટનરશીપ (IUKFP) ના યુકે બિઝનેસ લીડર્સના પ્રતિનિધિમંડળ સાથે તેમના ભારતીય સમકક્ષ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સાથે 12મા આર્થિક અને નાણાકીય સંવાદ (EFD) યોજવા દિલ્હી પહોંચ્યા હતા. IUKFP સંબંધિત નાણાકીય અને વ્યાવસાયિક સેવા – ઉદ્યોગો માટે નિર્ણાયક મહત્વના મુદ્દાઓ પર UK-ભારત સહકાર માટે નિર્ણાયક પ્લેટફોર્મ પૂરું પાડે છે. IUKFPને સ્વર્ગસ્થ અરુણ જેટલી અને જ્યોર્જ ઓસ્બર્ન દ્વારા 2014માં સૌપ્રથમવાર શરૂ કરાયું હતું જે નવીન જાહેર-ખાનગી ભાગીદારીએ બંને રાષ્ટ્રો માટે મૂર્ત લાભો આપ્યા છે.
ચાન્સેલર હન્ટે ભારતીય કંપનીઓના વિદેશી લીસ્ટીંગ માટે લંડન સ્ટોક એક્સચેન્જને જોડવાની ભારતની પુષ્ટિને આવકારી હતી. કરારોમાં વીમા અને પેન્શન ક્ષેત્રો દ્વારા ક્રોસ-માર્કેટ રોકાણને વેગ આપવા માટે ભાગીદારીની શરૂઆત અને મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સના માળખા અને ધિરાણમાં કુશળતા વહેંચવાની પહેલનો પણ સમાવેશ થાય છે. નવી યુકે-ભારત પેન્શન અને વીમા ભાગીદારી બંને દેશોમાં ક્ષેત્રના વિકાસને ટેકો આપશે. જ્ઞાનની વહેંચણી, વધતા દ્વિપક્ષીય રોકાણ અને જોખમને વૈવિધ્યીકરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં દ્વિપક્ષીય રોકાણને પ્રોત્સાહન આપવા માટે પેન્શન ફંડ ટ્રેડ મિશન દ્વારા સમાવેશ થાય છે.
આ પ્રસંગે યુકે-ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સિંગ બ્રિજની શરૂઆત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ઇન્ડિયન પબ્લિક પોલિસી થિંક ટેન્ક નીતિ આયોગ અને સિટી ઓફ લંડન કોર્પોરેશનની જોઇન્ટ લીડરશીપ હેઠળની આ પહેલ ભારતની નોંધપાત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને પહોંચી વળવા મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની રચના અને ધિરાણમાં કુશળતા વહેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જે ભારતમાં લાંબા ગાળાના ટકાઉ રોકાણ માટેના માર્ગને સરળ બનાવશે અને આગામી વર્ષોમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ભારતની મહત્વાકાંક્ષાને સમર્થન આપશે.
ચર્ચા કરાયેલા અન્ય વિષયોમાં આપણી નાણાકીય પ્રણાલીઓને સક્ષમ કરવી, નાણાકીય નવીનતા પર સહયોગ વધારવો અને ક્રોસ-બોર્ડર ડેટા ફ્લોને સક્ષમ કરવાનો સમાવેશ થાય છે. જે ભારત-યુકે રોડમેપ 2030 સુધીમાં વેપારને બમણો કરવાની સંયુક્ત મહત્વાકાંક્ષા ધરાવે છે. છેલ્લા નાણાકીય વર્ષમાં યુકે અને ભારત વચ્ચેનો કુલ વેપાર £36.6 બિલિયનનો હતો, જે આગલા વર્ષ કરતાં 34 ટકા વધારે છે. યુકે અને ભારત વચ્ચેનું રોકાણ અત્યાર સુધીમાં બંને અર્થતંત્રોમાં અડધા મિલિયનથી વધુ નોકરીઓને સમર્થન આપે છે, અને યુકેના બિઝનેસીસે 2022માં ભારતને આશરે £15 બિલિયનના માલસામાન અને સેવાઓનું વેચાણ કર્યું હતું.
ભારત અને યુકે નાણાકીય અને વ્યાવસાયિક સેવાઓ માટે કુદરતી ભાગીદારો છે જે યુકેની જીડીપીમાં 80 ટકાથી વધુ યોગદાન આપે છે. વાટાઘાટોના 12 રાઉન્ડ પછી, ‘યુકે-ભારત FTA’ ખૂબ જ નજીક છે – પરંતુ હજી પણ આપણા બંને મહાન દેશોના નાગરિકો માટે યોગ્ય મહત્વાકાંક્ષી પરિણામ બનાવવા માટે બંને બાજુએ સદ્ભાવના અને સર્જનાત્મક વિચારની જરૂર છે.