Libya, September 12, 2023. PLANET LABS PBC/Handout via REUTERS

આફ્રિકન દેશ લિબિયામાં ડેનિયન નામના વાવાઝોડા પછી બે ડેમ તૂટી જતાં આવેલા વિનાશક પૂરનો મૃત્યુઆંક બુધવારે વધી આશરે 6,000 થયો હતો. દરિયા કાંઠના શહેર ડેર્નામાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે તેથી મૃત્યુઆંકમાં વધારો થવાની ધારણા છે, એમ સ્થાનિક સત્તાવાળાએ જણાવ્યું હતું.

પૂર્વી લિબિયાની દેખરેખ રાખતી સરકારના ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારેક અલ-ખરાઝે જણાવ્યું હતું કે એકલા ડેર્ના શહેરમાં ઓછામાં ઓછા 5,200 લોકો મૃત્યુ પામ્યા હતા. પૂર્વીય વસાહતોમાં ઓછામાં ઓછા 20,000 લોકો વિસ્થાપિત થયા હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 15 હજારથી વધુ લોકો ગાયબ છે. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે ઘણા વિસ્તારોમાં મૃતદેહો પાણીમાં તરતા જોવા મળ્યા હતા. અનેક ઘરોમાં મૃતદેહો સડી ગયા છે.

પોર્ટ સિટી ડેર્ના નજીક બે ડેમ હતા, જે વાવાઝોડા અને પૂરના કારણે તૂટી ગયાં હતાં. આમાંથી એક ડેમની ઊંચાઈ 230 ફૂટ હતી. આ ડેમ પ્રથમ નાશ પામ્યો હતો. સમગ્ર શહેરમાં પાણી ભરાઈ ગયું હતું. પૂરથી સ્થિતિ એટલી ખરાબ છે કે મૃત્યુ પામેલાઓને દફનાવવા માટે પણ જગ્યા બચી નથી. શેરીઓમાં મૃતદેહો જોઈ શકાય છે.

LEAVE A REPLY

5 × one =