પોતાના 50મા વાર્ષિક જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કર્યા પછી 1973માં બીટલ જ્યોર્જ હેરિસન દ્વારા દાન કરાયેલ આધ્યાત્મિક અભયારણ્ય સ્થિત ઇસ્કોન ભક્તિવેદાંત મનોરની સ્થાપનાના 50 વર્ષની ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં જીવંત સંગીત, પ્રદર્શન, કપડાં, ઝવેરાત, ખોરાક અને હસ્તકલાના સ્ટોલ, બાળકોના રમતગમતના વિસ્તાર, ભગવાન કૃષ્ણના બાળપણના મનોરંજનના દ્રશ્યો દર્શાવતું સુંદર હાથથી શણગારેલા જંગલ, ફૂલો અને રાધા અને કૃષ્ણની પવિત્ર આકૃતિઓથી શણગારેલું સુંદર મંદિર દર્શાવવામાં આવ્યું હતું જે સૌનું મુખ્ય આકર્ષણ બન્યું હતું.

જબરજસ્ત લોકપ્રિયતાને લીધેઆ તહેવાર ટિકિટવાળો કાર્યક3મ બનાવાયો હોવા છતાય ત્રણ દિવસના સમયગાળામાં હજારો ભક્તોએ હાજરી આપી હતી.

ભક્તિવેદાંત મનોર મંદિરના પ્રમુખ પૂ. વિશાખા દેવી દાસીએ કહ્યું હતું કે “50મી જન્માષ્ટમીની ઉજવણી ભક્તિવેદાંત મનોર માટે અવિશ્વસનીય સીમાચિહ્નરૂપ છે. અમે ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદના વારસાનું સન્માન કરીએ છીએ, જેમણે તેમના પ્રયત્નો અને બલિદાન દ્વારા આ બધું શક્ય બનાવ્યું.”

1969માં ખરીદાયેલું બ્યુરી પ્લેસ, લંડન W1નું મંદિર નાનું પડતું હોવાથી ભક્તિવેદાંત મનોર માટે સ્વર્ગસ્થ બીટલ જ્યોર્જ હેરિસને 1973માં હરે કૃષ્ણ મુવમેન્ટ વખતે વોટફોર્ડ નજીક એલ્ડેનહામમાં 80-એકરની એસ્ટેટ ખરીદવામાં આવી હતી. ફેબ્રુઆરી 1973માં વેચાણ પૂર્ણ થતાં તે વર્ષના અંતમાં જૂનમાં પ્રથમ ભક્તો પરિસરમાં ગયા હતા. આ જુના એસ્ટેટનું નામ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદના માનમાં ભક્તિવેદાંત મેનોર કરાયું હતું. ભક્તિવેદાંત, એક પ્રાચીન સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ છે ‘તમામ આધ્યાત્મિક જ્ઞાનનો નિષ્કર્ષ અથવા સારાંશ.’ આ મંદિરની સ્થાપના 21 ઓગસ્ટ 1973ના રોજ જન્માષ્ટમીના દિવસે પ્રભુપાદ દ્વારા કર વામાં આવી હતી.

આજે, ભક્તિવેદાંત મેનોર એક સમૃદ્ધ મંદિર, સાંસ્કૃતિક કેન્દ્ર, અને તેની પોતાની અધ્યાપન કૉલેજ ધરાવતું મેનોર અને ગાયોના સંરક્ષિત ટોળા સાથેનું ઓર્ગેનિક ફાર્મ છે. જે 78 એકર જમીનમાં ફેલાયેલું છે. દર વર્ષે હજારો યાત્રાળુઓ, મુલાકાતીઓ, પ્રવાસીઓ મેનોરની મુલાકાત કરે છે.

LEAVE A REPLY

4 × 1 =