(ANI Photo)

રાજકોટમાં ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં મિશેલ માર્શના 96 અને માર્નસ લાબુશેનના ​​72 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 7 વિકેટે 352 રનનો વિશાળ સ્કોર ખડો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ વર્લ્ડ કપની શરૂઆત પહેલા તેમની છેલ્લી સત્તાવાર વનડે મજબૂત પ્રારંભ કર્યો હતો.

ડેવિડ વોર્નરે 34 બોલ (6x4s, 4x6s)માં 56 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથે પણ ઝડપી 74 રન ફટકાર્યા હતાા. લાબુશેને તેની 58 બોલની ઈનિંગથી ઓસ્ટ્રેલિયાને પડકારજનક સ્કોર બનાવવામાં મદદ કરી હતી. લાબુશેન ચાલુ કેલેન્ડર વર્ષમાં ઓસ્ટ્રેલિયાનો સૌથી વધુ રન મેળવનાર ખેલાડી પણ બન્યો હતો. બુમરાહને 23મી ઓવરમાં પરત લાવવામાં આવ્યો હતો પરંતુ માર્શે તેને ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને 19 રન ફટકાર્યા હતા.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટે 352 રન બનાવ્યાં હતાં. ઓસ્ટ્રેલિયન ટીમના ટોચના ચાર બેટરોએ અર્ધશતક કર્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ મિચેલ માર્શે 96 રન બનાવ્યાં હતાં. તો સ્ટીવ સ્મિથે 74 રન, માર્નસ લાબુશેને 72 રન અને ડેવિડ વોર્નરે 56 રન કર્યા હતા. ભારતીય ટીમ તરફથી સૌથી વધુ વિકેટ જસપ્રીત બુમરાહે ઝડપી હતી. તેને 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને 1-1 સફળતા મળી હતી.

માર્નસ લાબુશેને તેની વન-ડે કરિયરની આઠમી ફિફ્ટી ફટકારી હતી. તેણે 72 રન બનાવ્યા હતા. લાબુશેને 58 બોલમાં 124.14ની સ્ટ્રાઈક રેટથી 72 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા સામેલ હતા.

LEAVE A REPLY