ઇઝરાયેલી મિલિટરીએ ઉત્તર ગાઝાના લોકોને નવેસરથી ચેતવણી આપતા જણાવ્યું હતું કે તેઓ દક્ષિણ ગાઝામાં ચાલ્યા જાય અથવા તેમને ત્રાસવાદી સંગઠન પ્રત્યે સહાનૂભૂતિ રાખનારા ગણી લેવામાં આવશે. ઇઝરાયેલ સંરક્ષણ દળોના નામ અને લોગો સાથે પત્રિકાઓમાં સંદેશ વિતરિત કરવામાં આવ્યો હતો.
ગાઝા પટ્ટીમાં મોબાઈલ ફોન ઓડિયો સંદેશા પણ મોકલવામાં આવ્યાં હતા. પત્રિકાઓમાં જણાવ્યું હતું કે “ગાઝાના રહેવાસીઓ માટે તાકીદની વોર્નિંગઃ ઉત્તર ગાઝામાં તમારી હાજરી તમારા જીવનને જોખમમાં મૂકે છે. જે કોઈ પણ ઉત્તર ગાઝામાંથી દક્ષિણ ગાઝામાં નહીં જાય તેમને આતંકવાદી સંગઠનના સાથી તરીકે માનવામાં આવશે.













